ફતેપુરા નગરમાં એક ટ્રેક્ટરના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર એક મહિલા સહિત બેને અડફેટમાં લેતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાન ફતેપુરા નગરમાં એક ટ્રેક્ટરના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર એક મહિલા સહિત બેને અડફેટમાં લેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ એક મહિલાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.ગત તા.૧૯મી મેના રોજ ફતેપુરા તાલુકાના નવાગામે કાચલા ફળિયામાં રહેતાં નારણભાઈ દિનેશભાઈ પારગી તથા ચેતનાબેન શંકરભાઈ પારગી એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ફતેપુરા નગર ખાતે કરીયાણાનો સામાન ખરીદવા ગયાં હતાં જ્યાં બપોરના સાડા બારેક વાગ્યાના આસપાસ એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નારણભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં નારણભાઈ અને મોટરસાઈકલની પાછળ બેઠેલ ચેતનાબેન જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે ચેતનાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ચેતનાબેનનું મોત નીપજ્યું હતું.આ સંબંધે નારણભાઈ દિનેશભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.