કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતાં  પરિવારના જ સભ્યએ મહિલા પર છરીથી હુમલો કર્યો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતાં  પરિવારના જ સભ્યએ મહિલા પર છરીથી હુમલો કર્યો વસોમાં કામ ધંધો કરવા બાબતે કહેતા પરિવારના જ સભ્યએ છરી  મહિલાના ગળાના ભાગે ફેરવી દીધી  જેથી મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ સંદર્ભે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહેમદાવાદ તાલુકાના નવાગામ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ ફતાભાઇ ફુલાભાઇ રાઠોડની બે બહેનો વસોમા ખત્રીવાડમા બે સગાભાઇઓ સાથે પરણાવેલી છે. ગઇકાલે સવારે  તેમના ભાણા કિશનભાઇ અશોકભાઇ બારૈયાનો વસોથી ફોન આવેલ અને જણાવેલ કે, મારા માસી અનીતાબેન નો ગઇકાલ સાંજે મારા પિતા અશોકભાઇ  સાથે મારા પિતા કોઇ કામધંધો કરતા ન હોય તે બાબતે બોલાચાલી થઇ હતી. અને મારા માસી અનીતાબેનએ મારા પિતાને કામધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખી આજે સવારે મારા પિતા અશોકભાઈએ મારા માસી અનીતાબેનના ગળાના ભાગે છરી મારેલ છે. પ્રવિણભાઈ તરત વસો દોડી આવ્યા હતા. પોતાની બહેનને આ બાબતે પુછતા કૈલાશાબેને જણાવેલ કે મારા પતિ છેલ્લા ત્રણેક માસથી કોઇ કામધંધો કરતા ન હતા અને ઘરે જ બેસી રહેતા હતા જે બાબતે મારી બેન અનિતાબેને મારા પતિને ગઇ કાલે સાંજે કામધંધો કરવા માટે કહ્યું જેથી તેણે હુમલો કર્યો હતો. આ સંદર્ભે પ્રવિણભાઇ રાઠોડે હુમલો કરનાર અશોકભાઈ કાંતિભાઈ બારૈયા સામે  ફરિયાદના આધારે વસો પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!