વડતાલ સંસ્થાએ ૧ હજાર વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક છાત્રાલય શરૂ કર્યું .
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
વડતાલ સંસ્થાએ ૧ હજાર વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક છાત્રાલય શરૂ કર્યું . શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ સંસ્થા દ્વારા વિદ્યાનગરમાં ૧ હજાર વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે જે શિક્ષણજગતની ગૌરવરૂપ સેવાપ્રવૃત્તિ કહિ શકાય. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ઠરાવથી સરધાર નિવાસી પુ નિત્યસ્વરુપ સ્વામીજીએ આ કાર્ય કર્યુ છે. વડતાલનુ આ પ્રથમ અને પુ નિત્યસ્વરૂપ સ્વામીનું આ ચતુર્થ છાત્રાલય છે. નિત્યસ્વરૂપ સ્વામી શિક્ષા અને સંસ્કાર માટે કટિબદ્ધ ટીમથી વડતાલ સંસ્થાના સંત તરીકે કામ કરી રહ્યા છે. એનું સંસ્થાને ગૌરવ છે. વિશેષ માહિતી આપતા ડો સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું હતુ કે , આ છાત્રાલયમાં સંપ્રદાયના નિતિ નિયમ સ્વીકારતા કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. પ્રવેશ ફી , ભોજન ફી , આવાસ ફી . લાઈટ ફી , કોઈ પણ ચાર્જ , કોઈ પણ પ્રકારે લેવમાં આવશે નહિ . ગ્રાઉન્ડ ફલોર સાથે પાંચ માળના આ વિશાળ છાત્રાલયમાં રહેવા જમવાની સાથ સાથે પુસ્તકાલય , ઝીમ , વાંચનખંડ અને રમત ગમત ગ્રાઉન્ડ જેવી સુંદર સુવિધાઓ પણ પ્રાપ્ત થશે. બે ટાઈમ સાત્વિક પૌષ્ટિક ભોજન અને નાસ્તો પ્રાપ્ત થશે. હાલ છાત્રાલયમાં કામચલાઉ ચાલશે. આપણા ગુજરાતના યુવાધનના સંસ્કારના જતન માટે પણ આ છાત્રાલય મહત્વનું કેન્દ્ર બની રહેશે , આ છાત્રાલય વિદ્યાનગરના સ્થાપક ભાઈકાકાને પણ શ્રદ્ધાંજલિ કહી શકાય. વરસો પહેલાં આપણા શિક્ષણની ચિંતા ભાઈકાકાએ કરી છે. આજે શિક્ષાક્ષેત્રે એક અનોખી પ્રવૃત્તિ વિદ્યાનગરને આંગણે થઈ રહી છે , વડતાલ સંસ્થા તે માટે દાતાઓનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે.