રાબડાળ ગામે હાઈવે રોડ પરથી પોલીસે એક ઈકો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.
સિંધુ ઉદય
દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઈવે રોડ પરથી પોલીસે એક ઈકો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૪૪,૪૪૮ના પ્રોહી જથ્થા ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૪૪,૪૪૮નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.ગત તા. ૨૦મી મેના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાબડાળ ગામે દાહોદ અમદાવાદ ઈન્દૌર રોડ પર નાકાબંધી કરી આવતાં જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈકો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યારે પોલીસને દુરથી જાેઈ ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૪૪,૪૪૮ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૪૪,૪૪૮નો મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.