શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો ત્રિ દિવસીય આતમ સુખ દશાબ્દી મહોત્સવની  ઉજવણી કરવામાં આવી.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો ત્રિ દિવસીય આતમ સુખ દશાબ્દી મહોત્સવની  ઉજવણી કરવામાં આવી.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો ત્રિ દિવસીય “આતમ સુખ” દશાબ્દી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે ઓડિયો ના માધ્યમ દ્વારા આશિર્વચન આપ્યા હતા જણાવ્યું હતું કે તપોવન દશાબ્દી મહોત્સવ બાળકોમાં સમાજના સશક્ત ઘડતર થાય , તેના ઘડતરનો મુખ્ય આધાર દશાબ્દી મહોત્સવ બન્યું છે. આ સેવા કેન્દ્ર દ્વારા શ્રેષ્ઠ માનવનું ઘડતર તેના જન્મ પહેલાથી જ કરવામાં આવે તેવા ઉત્તમ હેતુ કરવામાં આવે છે. અને  દશાબ્દી મહોત્સવ દ્વારા ૫ હજાર બાળકો, માતા-પિતા શરણ આપી ,પ્રેમ સ્નેહ વધાર્યો છે.અને પુરુષાર્થ દવારા  લક્ષને પ્રાપ્ત  કરી  સંસ્કારી બાળકો પ્રાપ્ત થયા છે.શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવનના દશાબ્દી ત્રિદિવસીય મહોત્સવના  ઉપક્રમે પ્રથમ દિવસ   ના રોજ કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત સંતી શ્રી ઓના હસ્તે દીપપ્રાગટય કરી  કરવામાં આવ્યો. શ્રી સંતરામ મંદિર ના  સર્વે ગાદી ના મહંત શ્રીઓ અને સંત શ્રી ઓ , મહંત શ્રી ગણેશદાસજી મહારાજ (ઉમરેઠ),સંત શ્રી કૃષ્ણદાસજી મહારાજ,સંત શ્રી રામકૃષ્ણદાસજી મહારાજ (વરાડ)સંત શ્રી હરેશ્વર દાસજી મહારાજ (રઢુ) સંત શ્રી મહેશ્વર દાસજી મહારાજ (કરમસદ) સંત શ્રી સર્વેશ્વરદાસજી મહારાજ, સંત શ્રી રવિદાસજી મહારાજ (પછેગાંવ)અને મહામંડલેશ્વર સ્વામી માધવ તીર્થ જી ઓમકાર સાધના આશ્રમ (લાંભવેલ ) સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી) ના પ્રતિનિધિ સંત શ્રી આનંદ સ્વામી અને બ્રહ્મચારીજી (લાંભવેલ)  અને માનનીય કેન્દ્ર મંત્રી શ્રી ભારત સરકાર દેવુસિંહજી ચૌહાણ અને બીજા દિવસે દેવાંગ ભાઈ પટેલ (ઇપ્કોવાલા પરિવાર), માનનીય ભૂતપૂર્વ સંસદ સભ્ય હરીન પાઠક , નરેશભાઈ મણકાવાળા પરિવાર ત્રીજા દિવસે ભાવિની બેન પટેલ (સી જે  પરિવાર )ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ત્રણ દિવસના કાર્યક્રમને માણ્યો હતો.શ્રી રીરી  ત્રિવેદી (રીગ્રેશન થેરાપીસ્ટ ટ્રેનર અને કો ફાઉન્ડર વેલનેસ સ્પેસ ), પ.પૂ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ શ્રી (શ્રી આણદાબાવા સેવા સંસ્થા અષ્ટમ ગાદીપતિ) અને મહામંડલેશ્વર પ.પૂ માં કનકેશ્વરી દેવીજી  દ્વારા આત્મવિશ્વાસથી ભરપૂર બાળકોનું ઉછેર , આધ્યાત્મિકતા સાથે બાળ ઉછેર અને સનાતન વૈદિક ધર્મને માનવને ભેટ – ગર્ભ સંસ્કાર વિષય ઉપર સુંદર મોટીવેશનલ સેમિનાર નો આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ અગત્ય અને મહત્વનું બાળ ઉછેર નું જ્ઞાન શ્રોતા ઓને પીરસ્યું હતું. ઉપસ્થિત સંત શ્રીઓ અને મહેમાનોના હસ્તે શ્રી સંતરામ મંદિર અને શ્રી સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્ર દ્વારા પ્રકાશાયેલ અને  શ્રીમુખ વાણી પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની શ્રી મુખવાણી   “બાળ યોગીની વાતો અમને કહો ને ” પુસ્તિકા  ”  અને ” ગર્ભ સંસ્કાર ” પુસ્તિકા નું વિમોચન  કરવામાં આવ્યું. અને શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી.” આતમ સુખ” સંતરામ ગર્ભ સંસ્કાર દર્શાબ્દી  મહોત્સવ અંતર્ગત “મેરે ઉર વશીયે ” ” પ્રેમ-સ્નેહ ” ” શરત ઠરી ” ની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું .તપોવન બાળકો માતાઓ અને પિતાઓએ તેમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને શ્રોતાઓને પર્ફોમન્સ દ્વારા મંત્ર મુગ્ધ કર્યા હતા.  ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવ ના ભાગરૂપે સનાતન સંસ્કૃતિ પડાઓ વીર  બનાવો અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ ૫ હજાર તપોવન  બાળકો, માતાઓ , પિતાઓ  માંથી વિજેતાઓની ઘોષણા કરવામાં આવી અને ઉપસ્થિત સંતશ્રીઓના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે ઉપસ્થિત સૌને શુભાષિશ પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!