નડિયાદમાં યોગ તાલીમ શિબિરમાં ૪૮૦ યોગ સાધકો દ્વારા વિવિધ યોગા કરવામાં આવ્યા .
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદમાં યોગ તાલીમ શિબિરમાં ૪૮૦ યોગ સાધકો દ્વારા વિવિધ યોગા કરવામાં આવ્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી નડિયાદ દ્વારા ૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે તા.૨૨ મેં ૨૦૨૩ના રોજ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય થીમ અંતગર્ત નડિયાદ સંતરામ મંદિરના પરિસરમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. તથા કરો યોગ રહો નીરોગ ના સૂત્ર સાથે સંતરામ મંદિરથી પારસ સર્કલ, નાના કુંભના મહાદેવ રોડ, કિડની હોસ્પિટલ અને વાણિયાવાડ સર્કલ થી મહાગુજરાત સર્કલ થઈ પરત સંતરામ મંદિર સુધી યોગ જાગરણ રેલી યોજાઈ. આ તાલીમ શિબિરમાં નડિયાદનાં યોગ સાધકો, ટ્રેનરો સહિત અંદાજે ૪૮૦ નાગરિકો જોડાયા હતા અને યોગ ટ્રેનરો દ્વારા યોગ સાધકોને યોગ કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે યોગ શિબિરમાં ભાગ લેનારને ટોપી તથા ટી-શર્ટ આપવામાં આવ્યાં હતા.આ યોગ શિબિરમાં સંતશ્રી નીરગુણદાસજી મહારાજ, બ્રહ્મા કુમારી સેન્ટર નડિયાદના કુ. ગ્રીષ્માબેન, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ, મધ્ય ઝોનલ કોર્ડીનેટર નયનાબેન પાઠક, નડિયાદ જિલ્લા યોગ-કોર્ડીનેટર મિનલભાઈ પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ડૉ. ચેતન શીયાણીયા, સીનીયર યોગ નિષ્ણાંતશ્રી જયરામ ઠક્કર અને રોનકભાઈ, યોગ કોચ મયંક ભાવસાર તેમજ યોગ ટ્રેનરો, અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.