દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત બે જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત બે જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનાં બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ફતેપુરા તાલુકાના મથક ફતેપુરા ગામે પારવેલ રોડ પર મનોજભાઈ પારગીના દવાખાના સામે રોડ પર બપોરના સવા બાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં ફતેપુરા તાલુકાના નવા ગામ કાચલા ફળીયામાં રહેતા ૨૦ વર્ષીય નારણભાઈ દિનેશભાઈ પારગી પોતાની જીજે.૨૦ બીએ. ૨૧૪૧ નંબરની હીરો સ્પેલન્ડર મોટરસાયકલ લઇ ૩૮ વર્ષીય ચેતનાબેનરૂ શંકરભાઈ કોદરભાઈ પારગીને પાછળ બેસાડી ફતેપુરા ગામના બજારમાં કરિયાણાનો સામાના લેવા નિકળ્યા હતા તે દરમ્યાન મનોજભાઈ પારગીના દવાખાનાની સામે ફતેુપરા બજાર પુરપાટ દોડી આવતાં મહિન્દ્રા કંપનીના નંબર વગરનું ટ્રેક્ટર નારણભાઇ દિનેશભાઈ પારગીની હીરો સ્પેલન્ડર મો.સાયકલ સાથે ઘડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચેતનાબેન પારગીના માથાના ભાગે ટ્રેક્ટરનું તોતીંગ વ્હીલ ફરી વળતાં માથું કચડાઈ જતા તેમ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ આરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે મો.સાયકલ ચાલક ૨૦ વર્ષીય નારણભાઈ દિનેશભાઈ પારગીને પણ ઇજાઓ થવા પામી હતી. આ સંબંધે નવા ગામ કાચલા ફળિયામાં રહેતા નારણભાઈ દિનેશભાઈ પારગીએ નોંધાવેલી ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટરનાં ચાલક વિરુદ્ધ ફેરલનો ગુનો નોંધી આગલની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે બપોરના દોઢ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુાકનાં વાંદરીયા ગામે ફઇળાયમાં ૧૯ વર્ષીય રમેશભાઈ હિમુભાઈ ભલુભાઈ પલાસ પોતાના કબ્જાની જીજે. ૨૦ એએલ. ૩૦૩૧ નંબરની ટીવીએસ સ્ટાર સીટી મો.સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી રહ્યો હતો તે દરમ્યાન રસ્તામાં રેબારી ગામે ઘારી પાસે હાઇવે રોડ પર રમેશભાઈ પલાસે મો.સાયકલ ઉપરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાયકલ સ્લીપખાઈ જતાં ચાલક રમેશભાઈ પલાસને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સથળ પર જ મોત થયું હતુ. આ સંબંધે મરણજનાર વાંદરીયા ગામના રમેશભાઈ હીમુભાઈ પલાસના પિતા હીમુભાઈ ભલુભાઈ પલાસે નોંધાવેલી ફરિયાદને આધારે પીપલોદ પોલિસે ફેરલનો ગુનો નેાંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

