મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી વર્ના કારમાં સવાર બે ઈસમો પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી વર્ના કારમાં સવાર બે ઈસમો પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા ખેડા જિલ્લાના ગળતેશ્વરના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મહારાજના મુવાડા ની ચેક પોસ્ટ પાસેથી વર્ના કારમાં સવાર એમપીના બે ઈસમો પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. પોલીસે કાર સહિત મોબાઈલ અને અન્ય મુદ્દામાલ કબજે કરી ઝડપી પાડયા છે. સેવાલીયા પોલીસના જીઆરડીના સભ્યો સેવાલીયા પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતે હાજર હતા. દરમિયાન ગોધરા તરફથી આવતી એક વર્ના ને અટકાવી હતી. જેમાં બે વ્યક્તિઓ હતા જેની પુછપરછ કરતા બંન્નેએ પોતાના નામ અબ્દુલમલિક અબ્દુલમજીદ ખાન અને મહંમદઈમરાન મહંમદઅબ્દુલગફાર ખાન બંન્ને રહે.વિજયનગર, ઈન્દોર, મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંન્ને ઈસમો પાસેથી એક દેશી પિસ્તોલ તેમજ ૨ કારતૂસ કબ્જે કર્યા હતા. જે બાબતે પરવાના રજૂ નહીં કરતાં પોલીસે હથિયારો કબ્જે કરી ઉપરોક્ત કાર અને મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૫ લાખ ૨૭ હજાર ૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં લઈ જવામાં આવતાં હતાં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.