દાહોદ અભયમ ટિમએ પતિના ત્રાસથી ઘરેથી અડધી રાતે બે નાના બાળકો લઈ નીકળી આવેલ.મહિલાના પતિ નું કાઉન્સિલિંગ કરી.સમજાવટ થી મહિલાનું ઘર તૂટતા બચાવ્યુ .
સિંધુ ઉદય
દાહોદ અભયમ ટિમએ પતિના ત્રાસથી ઘરેથી અડધી રાતે બે નાના બાળકો લઈ નીકળી આવેલ.મહિલાના પતિ નું કાઉન્સિલિંગ કરી.સમજાવટ થી મહિલાનું ઘર તૂટતા બચાવ્યુ 181 અભયમ દાહોદ એક જાગૃત વ્યક્તિના કોલ દ્વારા જાણકારી આપવામાં આવી ને તાત્કાલિક અડધી રાત્રે સ્થળ પર પહોંચી મહિલાને સાંત્વના આપતા રડતી બંધ કરી કરાવી મહિલા અને તેની જોડે બે નાના બાળકો ને રિસ્ક્યું વાનમાં બેસાડી. વ્યક્તિગત કાઉન્સિલિંગ કરી પૂછતાજ કરતા મહિલાએ જણાવ્યુ કે મારા પતિ કેટલાક મહિનાથી બીજા વ્યક્તિઓની વાતોમાં આવી મારા પર શંકા કરે છે અને મારી જોડે ખરાબ વર્તન કરે છે અપશબ્દ બોલે માનસિક શારીરિક હિંસા કરે છે મારાથી ચારિત્ર ની વાત અને હિંસા સહન ન થતા મારા બે બાળકો લઈને અડધી રાતે ઘરેથી નીકળી આવેલ છું આ સાંભળી 181 ટીમના કાઉન્સેલર કોમલ પરમાર અને તેમની ટીમ મહિલાને રિસ્કયું વાનમાં બેસાડી તેના પતિ જોડે ગયેલ મહિલાના પતિ નો વ્યક્તિગત કાઉન્સિલિંગ કરી સલાહ સૂચન માર્ગદર્શન આપી મહિલાના ચારિત્ર પર આંગળી ચિંતા પ્રૂફ હોવું જરૂરી છે તેવું કાયદાકીય માર્ગદર્શન આપી મહિલા અને તેના પતિને સમજાવેલ મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને તેની પત્નીની માફી માગી ને જણાવ્યું કે હવે પછી હું કોઈની વાતમાં આવી મારી પત્ની પર શંકા નહીં કરું 181ટીમ એ મહિલાને વિશ્વાસ અપાવતા. મહિલા અને તેના પતિનું કાઉન્સિલિંગ દ્વારા સમજાવટ થી અભયમ ટિમએ મહિલાને તેના પતિ સાથે મેળાપ કરાવ્યુ બાળકો અને મહિલાને પરત તેમના ઘરે સલામત રીતે પહોંચાડતા એક મહિલાનું ઘર તૂટતા અભયમ દાહોદ એ બચાવ્યું મહિલા અને તેના પતિએ 181 અભયમ ટીમ નો આભાર વ્યક્ત માન્યોં હતો