બાહ્ય સમાજમાં લગ્ન કરતાં યુગલો સામે લાલ બત્તી સમાન કિસ્સો.

પ્રવીણ કલાલ ફતેપુરા

બાહ્ય સમાજમાં લગ્ન કરતાં યુગલો સામે લાલ બત્તી સમાન કિસ્સો.ફતેપુરા તાલુકાની આદિવાસી યુવતી સાથે વિજાપુર તાલુકાના પટેલ સમાજના લગ્ન કરી જનાર પતિ તથા સાસુએ પરણીતાને દોઢ માસના બાળક સાથે કાઢી મૂકી. પતિ તથા સાસુએ અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ આખરે દાહોદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનનો આશરો લીધો. પીડિતા બાળકને ધાવણ આપતા”તું ભીલડી છે,અને છોકરાને નજર લાગી જશે”તેમ જણાવી દોઠ માસના નાના બાળકને પતિ તથા સાસુ ઝૂંટવી લેતા હોવાનો આક્ષેપ કરાયો.ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલા એક ગામડાની આદિવાસી યુવતીના લગ્ન વિજાપુર તાલુકાના એક યુવાન સાથે દોઢ વર્ષ અગાઉ કરવામાં આવ્યા હતા.લગ્ન બાદ માત્ર ત્રણ માસનો સમય જતા પતિ તથા સાસુનું પોત પ્રકાશ્યું અને ઊંચા અરમાનો લઇ સાસરીયે ગયેલી યુવતીના સપના સ્વપ્ન સમાન સાબિત થતા પારાયા સમાજની અસલિયતના પરચા મળવાની શરૂઆત થઈ.પરંતુ સમાજમાં પિતાની આબરૂ અને બદનામીના ડરથી તેમજ પોતાના પેટમાં ઉછરી રહેલા ગર્ભના ભવિષ્યની સામે જોઈ ત્રાસ સહન કર્યા વિના છૂટકો પણ ન હતો.જ્યારે યુવતીને સિઝેરિયનથી ડિલિવરી બાદ સાસુ તથા પતિ દ્વારા અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપી દોઢ માસના પુત્ર સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ દાહોદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખટ ખટાવ્યા હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ એક ગામડાની આદિવાસી યુવતીના લગ્ન ગત દોઢ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલીયા ગામના પટેલ સમાજના હાર્દિકભાઈ ચીમનભાઈ પટેલની સાથે કરવામાં આવ્યા હતા.જાન જોડીને આવેલા હાર્દિક પટેલ સહિત તેમના સમાજ દ્વારા સમાજના રિવાજ મુજબ તમામ રીત રસમો પૂરી કર્યા બાદ યુવતીને સાસરીયે લઈ ગયા હતા.ત્યારે યુવતીના પરિવારજનો સહિત સગાં- સંબંધીઓમાં પુત્રીને પટેલ સમાજમાં સારું ઘર મળ્યું હોવાની ખુશી પણ કંઈક અલગ હતી.પરંતુ તે ખુશી લાંબો સમય ટકી નહી.અને પુત્રીના ભવિષ્યને ઉજળું જોતા માતા-પિતાની કલ્પના માત્ર કલ્પના બનીને રહી ગઈ છે . પારકા સમાજમાં લગ્ન કરી સુખમય જીવન જીવવાના કોડ સાથે સાસરિયામાં ગયેલી પીડીતાએ દાહોદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા જણાવ્યું છે કે, તેના લગ્ન 5 ફેબ્રુઆરી-2022 ના રોજ વિજાપુર તાલુકાના બીલીયા ગામના હાર્દિક ચીમનભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્ય.લગ્ન બાદ માત્ર ત્રણેક માસ જતા પતિ હાર્દિક પટેલ તથા સાસુ ધુળીબેન પટેલ નાઓએ સામાન્ય બાબતે પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવાનો ચાલુ કરેલ. અને તેવા સમયે મોટા અરમાનો સાથે સાસરિયામાં ગયેલ યુવતીના પેટમાં ગર્ભ ઉછરી રહ્યો હતો.જેથી યુવતી પતિનું ઘર છોડી શકે તેમ નહોતી.ત્યારે પતિ તથા સાસુએ વધુને વધુ ત્રાસ આપી”તારા સાથે અમોએ ભૂલથી લગ્ન કર્યા છે,તું ભીલડી છે,અને અમો પટેલ છીએ અને તું આ ઘરમાં શોભે નહીં,તું અહીંયાથી જતી રહે નહીં તો તને અમો મારી નાખીશું,અને તારો પત્તો પણ લાગવા દઈશું નહી”નુ જણાવી અસહ્ય ત્રાસ આપતા હતા છતાં યુવતીએ તેમનો ત્રાસ સહન કર્યે રાખ્યો હતો. જ્યારે હાલ ગત દોઠ માસ આગાઉ યુવતીને સિઝેરિયન કરી ઉપરથી બાળક લેવામાં આવ્યું છે.અને પુત્રનો જન્મ થયેલ છે.જ્યારે આ નાના બાળકને આ યુવતી ધાવણ આપે ત્યારે પતિ હાર્દિક તથા સાસુ ધુળીબેન નાના બાળકને ઝૂંટવી લઈ યુવતીને જણાવતા હતા કે,”તું ભીલડી છે,અને છોકરાને તારી નજર લાગી જશે”તેમ જણાવી પતિ તથા સાસુ દ્વારા મકાનના દરવાજા બંધ કરી પીડીતા સાથે મારામારી પણ કરતા હોવા બાબતે યુવતીએ લેખિત ફરિયાદમાં આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે પતિ હાર્દિક તથા સાસુ ધુળીબેન પટેલ યુવતીની અડગતાને પારખી જઈ આખરે યુવતીને 22 મે-2023 ના રોજ સમજાવી પટાવી આપણે તારા માતા-પિતાને મળી આવીએ તેમ જણાવી પતિ હાર્દિક યુવતીને તેના પિયરમાં લઈને આવ્યો હતો.અને પત્ની સાથે દોઢ માસના પુત્રને છોડી જતો રહેતા યુવતીએ દાહોદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનનો આશરો લીધો હોવાનું જાણવા મળે છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે,ફતેપુરા તાલુકાના કેટલાક ગામડાઓ માંથી આદિવાસી સમાજની અનેક કન્યાઓના ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પટેલ તથા અન્ય સમાજના લોકો કે જેઓને સમાજમાંથી કન્યા મળવી મુશ્કેલ હોય તેવા લોકો સાથે કેટલાક કારણોસર આદિવાસી સમાજની દીકરીના માતા-પિતા દ્વારા લગ્ન કરી આપવામાં આવતા હોય છે, તથા કરી આપવામાં આવી રહ્યા છે.ત્યારે ઉપરોક્ત કિસ્સાથી ચેતવાની જરૂરત છે.અને ખાસ સમજી લેવાની જરૂર છે કે,પોતાનો સમાજ તે સમાજના દરેક સભ્ય માટે લક્ષ્મણરેખા છે.અને આ લક્ષ્મણ રેખાની અંદર દરેક સમાજે રહેવાનું હોય છે.અગર સમાજની લક્ષ્મણ રેખા ઓળંગી બહાર જઈએ તો તે સમાજમાં ભાગ્યે જ સુખ મળે,પરંતુ રામાયણ જરૂર સર્જાય.!તે ભૂલવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: