ઓ.એન.જી.સી અમદાવાદ એસેટ અને ઓલ ઇન્ડિયા એસ.સી,એસ.ટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા નોટ બુકોનું વિતરણ કરાયું.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઓ.એન.જી.સી અમદાવાદ એસેટ અને ઓલ ઇન્ડિયા એસ.સી,એસ.ટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા નોટ બુકોનું વિતરણ કરાયું.એસ.સી એસ.ટી કમ્પોનન્ટ 2022-23 અંતર્ગત ગરીબ પરિવારના બાળકોને વિના મૂલ્યે 27,403 નોટ બુકોનું વિતરણ કરાયું.-દાહોદ,પંચમહાલ અને મહીસાગર જિલ્લાની 63 સ્કૂલોમાં નોટબુકનું તથા બેરોજગારોને 10 ઇલેક્ટ્રિક કીટ,1 પ્લમ્બર કીટ,1 મેકેનિકલ કીટ તેમજ 2 વિધવા બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરાયું.ઓ.એન.જી.સી કમ્પોનન્ટ 2022-23 અંતર્ગત કુલ રૂપિયા 7,50,000 ની ચીજ વસ્તુઓનું ગરીબ આદિવાસી લાભાર્થીઓને નોટબુકો તથા કીટનો લાભ અપાયો. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઓ.એન.જી.સી અમદાવાદ એસેટ અને ઓલ ઇન્ડિયા એસ.સી,એસ.ટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા એસ.સી,એસ.ટી કમ્પોનન્ટ 2022-23 અંતર્ગત દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાની 63 સ્કૂલોમાં 27403 નોટબુકો તેમજ બેરોજગારોને 10 ઇલેક્ટ્રિકલ કીટ,1 પ્લમ્બર કીટ,1 મેકેનિકલ કીટ તેમજ 2 વિધવા બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ઓ.એન.જી.સી અમદાવાદ એસેટના એસેટ મેનેજર નમિત શર્મા તેમજ ઇન્ચાર્જ એચ.આર/ઇ.આર પ્રાંજલ દ્વારા અને ઓલ ઇન્ડિયા એસ.સી/ એસ.ટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશનના ચેરમેન જે.જે પરમાર તેમજ મંત્રી વી.બી મનિયાના માર્ગદર્શન હેઠળ દાહોદ,પંચમહાલ અને મહિસાગર જિલ્લાની 63 સ્કૂલોમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા ગામના વતની અને હાલ અમદાવાદ ઓ.એન.જી.સી માં ડેપ્યુટી જનરલ મેનેજર તેમજ સંગઠનના ચેરમેન તરીકે કામ કરતા વીરસિંહ ભાઈ વાલાભાઈ મછાર અને તેમની ટીમ દિનેશભાઈ બારીયા,ભુરાભાઈ સોલંકી તેમજ અતુલભાઈ રાણાના હસ્તે 27403 નોટ બુકોનું વિતરણ એસ.સી/ એસ.ટી કમ્પોનન્ટ-2022-23 અંતર્ગત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તદ્ઉપરાંત આ વિસ્તારમાં ગરીબ બેરોજગારો કે જેઓ આઈ.ટી.આઈ નો અભ્યાસ મેળવેલ હોય તેવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: