દાહોદ જિલ્લા સ્થિત સીની સંસ્થા, તાલુકા આરોગ્ય વિભાગ લીમખેડા, પી.એચ.સી. ચૈડિયા, ICDS વિભાગ એ વિશ્વ માસિક આરોગ્ય દિવસ ની ઉજવણી .

સિંધુ ઉદય

દાહોદ જિલ્લા સ્થિત સીની સંસ્થા, તાલુકા આરોગ્ય વિભાગ લીમખેડા, પી.એચ.સી. ચૈડિયા, ICDS વિભાગ લીમખેડા ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ’28 મે વિશ્વ માસિક આરોગ્ય દિવસ ની ઉજવણી ચૈડિયા પી.એચ.સી. કેંદ્ર ઉપર કરવામાં આવી. જેમાં તાલુકા આરોગ્ય વિભાગ, ICDS વિભાગ અને આશા અને આંગણવાડી વર્કર તથા અલગ અલગ ગામો ની મહિલાઓ, કિશોરીઓ અને કિશોર હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ મા માસિક એ સામાન્ય પ્રક્રિયા છે એ બધાય સમજે અને બહેનો માસિક ને લઇ ને ખુલી ને વાત કરતા થાય જેથી માસિક ને લગતી પોતાના આરોગ્ય સબંધિત તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ ની જરુરિયાત મુજબ સવલત મેળવી શકે એ બાબતે કાર્યક્રમ મા ઉપસ્થિત તમામ લોકો ને જાગ્રુત કરવામા આવ્યા.માસિક સમયે રાખવાની જરુરી સ્વછ્તા વિશે અવગત કરી ને સ્વચ્છતા ના અભાવ મા બહેનો ના સ્વાસ્થ્ય ઉપર પડતી અસરો ની વિગત વાર ચર્ચા કરવામા આવી. તથા સર્વાઇક્લ કેંસર જેવી ગમ્ભીર સમ્સ્યા માટે સરકાર દ્વારા કરવામા આવતા સ્ક્રિનિંગ નો બધાજ બહેનો લાભ મેળવી શકે.એ બાબતે જાંણકારી આપવામા આવી.કાર્યક્રમ ના ભાગરુપે માસિક એ સામાન્ય પ્રક્રિયા છે એના પ્રતિક સ્વરુપે ઉપસ્થિત સહુ દ્વારા હાથ મા લાલ ટપકુ કરી અને માસિક ના મુદ્દા ને સામન્ય બનાવવા અલગ અલગ સંદેશ. આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: