દાહોદ જિલ્લાના ધાનપુર મુકામે રૂ. ૧૫૫.૩૭ લાખના ખર્ચે મુસાફરો માટે તમામ સુવિધા યુક્ત નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના ધાનપુર મુકામે રૂ. ૧૫૫.૩૭ લાખના ખર્ચે મુસાફરો માટે તમામ સુવિધા યુક્ત નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ રાજ્યમાં મુસાફરી વધુને વધુ સુવિધા સંપન્ન થઇ રહી છે – રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન દાહોદ જિલ્લાના ધાનપુર મુકામે રૂ. ૧૫૫.૩૭ લાખના ખર્ચે મુસાફરો માટે તમામ સુવિધા યુક્ત નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડે કર્યું હતું. રાજ્ય સરકાર તરફથી નિગમને બસ સ્ટેશન આધુનિકરણ કરવા બાબતે ફાળવેલ 66 કરોડની ગ્રાન્ટ અંતર્ગત ગોધરા એસટી વિભાગ દ્વારા ધાનપુર ખાતે નવીન બસ સ્ટેશનની કામગીરી કરવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં મુસાફરી વધુને વધુ સુવિધા સભર બની રહી છે. મુસાફરોને તમામ સુવિધા સાથેના નવીન બસ સ્ટેશનો ઉપલબ્ધ થતા સામાન્ય માણસની સગવડો માં વધારો થયો છે. સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે નવીન બસ સ્ટેશન બનવાથી આસપાસના મુસાફરો વિદ્યાર્થીઓ માટે મોટી સુવિધા થઈ છે. અહીંથી વિદ્યાર્થીના રાહત દરના પાસ, મુસાફર પાસની સહિતની સુવિધા પ્રાપ્ત થશે. મુસાફરો રિઝર્વેશન ટિકિટ મેળવી શકશે. દાહોદના અંતરિયાળ વિસ્તારો સુધી મુસાફરીની સુવિધા મળી રહે તેમ જ આ વિસ્તારો વિકાસના પ્રવાહમાં સામેલ થાય એ માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો કરાઈ રહ્યા છે.ધાનપુર ખાતેના નવીન બસ સ્ટેશન કુલ 2918 જમીન ચોરસ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. જેમાં બાંધકામ વિસ્તાર 411 ચોરસ મીટર તેમજ ત્રણ પ્લેટફોર્મ છે. અહીં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથે વેઇટિંગ રૂમ, પાણીની પરબ, ઇન્કવાયરી તથા પાસ સુવિધા, પાર્સલ રૂમ, કેન્ટીન- કિચન, સ્ટોર, શૌચાલય, દિવ્યાંગ વ્યક્તિઓ માટે રેમ્પ, રેલિંગ, ટોયલેટ, ડ્રાઇવર કંડકટર રેસ્ટ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ શ્રી રમેશભાઈ કટારા, શ્રી મહેશ ભુરીયા, શ્રી મહેન્દ્ર ભાભોર,ગોધરા એસટી વિભાગના અધિકારીશ્રીઓતેમજ કર્મયોગીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.