મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. શિલ્પા યાદવ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ બારીયા ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી. કુવાબૈણા ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી.

સિંધુ ઉદય

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. શિલ્પા યાદવ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ બારીયા ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી. કુવાબૈણા ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી.આજ રોજ તારીખ – ૩૦/૦૫/૨૦૨૩ ને મંગળવારના રોજ પી.એચ.સી. કુવાબૈણાના આંગણવાડી કેન્દ્ર,ટીડકી ખાતે મેડિકલ ઓફિસર શ્રી ડો.રાહુલ રાઠવા સર અને ડૉ.નિધિ સોલંકી મેડમ ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રિય માસિક સ્વછતા દિવસની ઉજવણી કરવામાં આવી.દરેક H& wellness center ના CHO, કુવાબૈણા PHC MPHS, MPHW અને FHW,RKSK કાઉન્સેલર કલ્પેશ ભાઈ એ હાજર રહી કિશોરીઓને માર્ગદર્શન આપ્યું અને ડૉ.નિધિ સોલંકી ધ્વરા કિશોરી ઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. જેમાં મેડિકલ ઓફિસર દ્વારા કિશોરાવસ્થાના પોષણ તેમજ માંદગી અને તેની એડોલેસન્ટ ક્લીનિકમાં આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત કિશોરીઓને માસિક અને માસિક દરમિયાન રાખવાની સ્વછતા અને પેડના યોગ્ય ઉપયોગ અને તેના યોગ્ય નિકાલ વિશે સમજાવવામાં આવ્યું.તથા ફલાલીન કાપડ ના પેડ વિતરણ કરવામાં આવ્યા.અને તમામ કિશોરી ઓનું હેલ્થ સ્ટાફ દ્વારા HB ટેસ્ટિંગ કરવા માં આવ્યું.સ્વસ્થ ભારત ,સવસ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: