પરિણીતાને ફોન પર અજાણ્યા શખ્સે ગાળો બોલતા પોલીસ ફરિયાદ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
પરિણીતાને ફોન પર અજાણ્યા શખ્સે ગાળો બોલતા પોલીસ ફરિયાદ કઠલાલની પરણીતાને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી બિભત્સ ગાળાગાળી કરતાં પરણીતાના પતિએ ફોન કરી ઠપકો આપતાં સામે વાળા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કઠલાલમાં આવેલ શ્રી હરી એપાર્ટમેન્ટમાં રહેતાં મનોજભાઈ મધુસુદનભાઈ ઠક્કર મેડીકલ એજન્સી ચલાવે છે.મંગળવારના રોજ બપોરના સમયે તેમના પત્ની પુજાબેન ઘરે હતાં. તે સમયે પુજાબેનના મોબાઈલ પર અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો. સામે વાળા વેક્તિએ બીભત્સ ગાળાગાળી કરી હતી. જેથી પુજાબેને ફોન કટ કરી દીધો હતો. પછી અજાણ્યાં શખ્સે ઉપરા ઉપરી ફોન કર્યા હતાં. જેથી ડરી ગયેલા પુજાબેને આ મામલે પોતાના પતિ મનોજભાઈને જાણ કરી હતી.અને મનોજભાઈ ઘરે દોડી આવ્યા હતાં અને અજાણ્યાં નંબર ઉપર ફોન કરતા કોઈ અજાણ્યાં શખ્સે મનોજભાઈને પણ ગમેતેમ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે મનોજભાઈ ઠક્કરે કઠલાલ પોલીસમા અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

