દાહોદ જીલ્લામાં આરોગ્ય ની સેવાઓ ગુણવત્તાયુકત મળી રહે તે માટે માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી ની સુચના અન્વયે.

સિંધુ ઉદય

દાહોદ જીલ્લામાં આરોગ્ય ની સેવાઓ ગુણવત્તાયુકત મળી રહે તે માટે માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી ની સુચના અન્વયે દાહોદ જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારી, NHM આયુષ મેડીકલ ઓફિસર, લેબ ટેકનીશીયન, ફાર્માશીષ્ટ, સ્ટાફનર્સ, અને પેરામેડકીલ વર્કર જેવા કે OPD સેવાઓ સાથે સંકળાયેલ તમામ અધિકારી/કર્મચારીઓ એ ફરજીયાત પણે BAS એટેન્ડન્સ કરવાની રહેશે. તથા BAS એટેન્ડન્સ સમય OPD સમય સાથે સુસંગત રહેશે. તાલુકા આરોગ્ય અધિકારી એ દરેક અધિકારી/કર્મચારી ફરજીયાત પણે BAS માં હાજરી પુરે તે સુનિશ્વિત કરવાનુ રહેશે. જીલ્લા કક્ષાએથી BAS એટેન્ડન્સનું મોનીટરીંગ દૈનિક ધોરણે કરવામાં આવશે. તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ BAS એટેન્ડન્સ મુજબ પગારબીલ આકારવાના રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ ઉપલબ્ધ છે કે કેમ? જેની ચકાસણી માટે રેન્ડમ બેઝ પર વીડીયો કોલ કરવામાં આવશે. વીડીયો કોલ એટેન્ડ ન કરનારને અને ગેરહાજર રહેનારને તબીબી અધિકારી/કર્મચારીઓ સામે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જીલ્લો એસ્પીરેશનલ જીલ્લો હોઇ એસ્પીરેશનલ જીલ્લા અંતગર્ત ૧૩ સુચકાંકોનુ મુલ્યાંકન દર માસે થતુ હોય છે. તો તે સુચકાંકોમાં સુધાર કઇ રીતે લાવવો તેમજ લોકોમાં સોશીયલ બીહેવીયર ચેન્જ કોમ્યુનીકેશનના માધ્યમ દ્રારા કેવી રીતે જાગૃત કરવા તેની પણ સમિક્ષા કરવામાં આવશે અને વધુમાં વધુ કાર્યક્રમ અંતર્ગત એકટીવીટીનું પ્લાનીંગ થાય અને એ મુજબ જ ફીલ્ડ વિસ્તારમાં કામગીરી થાય તે માટે તમામ તબીબી અધિકારી/કર્મચારીઓને સુચના આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!