અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં સ્થાનિક પોલીસે ટ્રકમાં ઘઉના કટ્ટાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આ પોશડોડાના જથ્થા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરતાં અન્ય ૩ વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી છે.રૂપિયા ૮૧.૬૮ લાખના પોશ ડોડાનો જથ્થો સાથે ટ્રક મળી કુલ રૂપિયા ૧ કરોડ ૧ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને તમામ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલ પોલીસને બાતમી મળી હતી કે મોટી માત્રામાં નશીલો ગાંજો છુપાવી લઈ જતી ટ્રક અમદાવાદ ઈન્દોર હાઇવે પર થઈ પસાર થવાની છે. પોલીસ ટીમ અમદાવાદ ઈન્દોર હાઇવે રોડ પર આવેલ લાડવેલ પીકઅપ સ્ટેન્ડ ખાતે વોચમાં ઉભા હતા તે સમયે બાતમી વાળી ટ્રક ત્યાં આવતા પોલીસે અટકાવી હતી અને પોલીસે ટ્રકની તલાસી લેતાં ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા. જેને ઉથલાવી જોતાં ૧૨૫ નંગ પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરેલ નસીલા વનસ્પતિ જન્ય પોશડોડા ૨૭૭૦ કિ.ગ્રા ૮૦૦ ગ્રામ કુલ કિમત રૂપિયા ૮૧ લાખ ૬૮ હજાર ૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પોશ ડોડાનો જથ્થો, ટ્રક, ઘઉંના કોથળા અને રોકડા રૂપીયા ૧૮ હજાર ૩૦૦ સહિત કુલ રૂપિયા ૧ કરોડ ૧ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનર ગ્યારસી કલ્યાણ રેગર રહે. ભીલવાડા રાજસ્થાન અને નેમી કલ્યાણ રેગર રહે. ભીલવાડા રાજસ્થાન ની અટકાયત કરી છે.