સીંગવડ તાલુકાના વાલાગોટા ગામનો બનાવ : ૭ વર્ષીય બાળા સાથે દુષ્કર્મ આચર્યાનો પીએમ રિપોર્ટ આવતાં ખળભળાટ

સુભાષ એલાણી / જીગ્નેશ બારીઆ
દાહોદ તા.૦5
સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે ૧૭ વર્ષીય કૌટુમ્બીક પોતાની ૭ વર્ષીય બાળાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બાદ આ બાળા ઉપર યુવાન દ્વારા બળાત્કાર ગુજાર્યાે હશે કે કેમ? તે બાબતે પોલીસ દ્વારા બાળાના પોસ્ટમોર્ટમ રિપોર્ડની રાહ જાવાતી હશે અને આખરે આજરોજ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળા સાથે આ યુવાને દુષ્કર્મ આચર્યા હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

નવરચીત સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે ડામોર ફળિયામાં રહેતો ૧૭ વર્ષીય કિરણ છત્રસિંહ ડામોરનાએ પોતાના જ ઘરે રહેતી અને માતા પિતાની છત્રછાયા ગુમાવનાર ૬ વર્ષીય બાળા ગતરોજ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને ગામમાં ફેંકી દીધી હતી. આ ઘટનાના પ્રત્યાઘાતો સહિત જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્‌યા હતા. પરિવારજનો સહિત ગ્રામજનોમાં તો ચર્ચા હતી જ કે આ બાળકી સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું છે પરંતુ ખરેખર દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે કે કેમ? તે બાબતે પોલીસ પોસ્ટમોર્ટ રિપોર્ટની રાહ જાતી હતી અને આખરે બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ જે સઘળી હકીકત બહાર આવતાં પોલીસ પણ એકક્ષણે સ્તબ્ધ થઈ ગઈ હતી. બાળકીના શરીરે ઈજાઓના નિશાન પણ હતા માટે પોલીસને પણ શંકા ગઈ હતી કે, બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હશે. અને આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પોઝેટીવ આવતાં પરિવારજનો સહિત ગ્રામજનોમાં યુવાન સામે ફીટકાર સહિત ભારે રોષની લાગણી જાવા મળી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, બાળકીનું પીએમ કરાવ્યા બાદ વડોદરા ખાતેથી તેનો મૃતદેહ પરિવાજનો દ્વારા ગામમાં લઈ આવવા રવાના પણ થયા છે અને સાંજ સુધીમાં અથવા તો બીજા દિવસે તેનો અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરી દેવામાં આવનાર છે.
#dahod #sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!