નડિયાદ ખોડીયાર ગરનાળા નજીકની આવેલી ઓરડીમાંથી રૂપિયા ૨.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ ખોડીયાર ગરનાળા નજીકની આવેલી ઓરડીમાંથી રૂપિયા ૨.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો નડિયાદ પશ્ચિમમાં જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખોડીયાર ગરનાળા નજીકની રેલવેની જગ્યામાં આવેલી ઓરડીમાંથી રૂપિયા ૨.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. સાથે બે બુટલેગરોની ધરપકડ કરી છે. અને જથ્થો પહોંચાડનાર આણંદના બુટલેગરનું નામ ખુલતાં પોલીસે કુલ ૩ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન બાતમીના આધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખોડીયાર ગરનાળા પાસે આવેલ સ્કૂલની બાજુની રેલવેની જગ્યામાં પહોંચી દરોડો પાડ્યો હતો. જ્યાં એક ઓરડીમાંથી વિદેશી દારૂની જુદાજુદા માર્કાની બોટલો કુલ બોટલ નંગ ૬૮૪ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૨ લાખ ૨૬ હજાર ૮૦૦ તેમજ બે લોકોને ઝડપી લીધા હતા. (૧)મીત પ્રવિણભાઇ ઠાકોર રહે.અશોકનગર, ચંપા તલાવડી પાસે, નડિયાદ (૨) વિવેક ઉર્ફે ભુરીયો સતીષભાઈ રાવળ રહે.જવાહરનગર, નડિયાદ નો સમાવેશ થાય છે. પોલીસે આ બંન્ને ઈસમો પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ તેમજ દારૂ સહિત કુલ રૂપિયા ૨ લાખ ૩૭ હજાર ૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને અહીંયા કેમ મુકવામાં આવ્યો હતો તે પોલીસે પુછપરછ કરતાં બંન્નેએ જણાવ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો આણંદના ગામડી ઉમરીનગરીનો બુટલેગર ઇલ્યાસ ઉર્ફે મચ્છી હમીદભાઈ શેખે આપેલો અને ખાનગી રાહે અહીંયા દારૂનુ વેચાણ કરતાં હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે કુલ ૩ લોકો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.