ખેડા જિલ્લામાં રવિવારે સવારે ગાજવીજ સાથે પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ખેડા જિલ્લામાં રવિવારે સવારે ગાજવીજ સાથે પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રવિવારે સવારે ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ધોધમાર વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો.  ધોધમાર વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા અને ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી આગમી બે દિવસો દરમિયાના રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિલોમીટરના પવનો સાથે વરસાદી પડવાની આગાહી છે. જેના પગલે આજે રવિવારે વહેલી સવારથી નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તોફાની વરસાદના પગલે નડિયાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.‌ નડિયાદ શહેર સહિત, મહેમદાવાદ,મહુધા સહિતના તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો.ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાથી રોડ રસ્તા પાણી પાણી જોવા મળ્યા છે. જિલ્લાભરમાં માતર, ડાકોર, ઠાસરા, કપડવંજ, કઠલાલ, નડિયાદ સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. માત્ર એક કલાક  વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી હતી. ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા તો ક્યાંક વીજ પોલ તો ક્યાંક રસ્તા પરના હોડીગ્સ ધરાશાઈ થયા છે.  નડિયાદમાં તો દુકાનોના બોર્ડ, પતરા સહિત ચિજવસ્તૂઓને નુકશાન થયું છે. આ સ્થિતિ વચ્ચે નડિયાદમાં મોટા‌‌ મોટાભાગના વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઈ હતી નડિયાદ શહેરના ખોડીયાર, શ્રેયસ, વૈશાલી, માઈ મંદિરના અંડરબ્રીજ પાણીથી છલોછલ થયા હતા. જેના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાયુ હતુ.  અંડરબ્રીજનો વાહન વ્યવહાર કીડનીના સરદાર પટેલ બ્રીજ તેમજ મીશન રેલવે બ્રિજનો લોકો ઉપયોગ કરવા લાગ્યા હતા. તો શહેરના ચારેય અંડરપાસ બ્રીજમા વરસાદી પાણી ફરી વળતા છલોછલ થઇ ગયા હતા. જેના કારણે પૂર્વથી પશ્ચિમ તરફ જવા આવવા માટે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખેડા જિલ્લામાં તોફાની વરસાદના પગલે બે લોકોના મોત નિપજ્યા છે. ઠાસરા તાલુકાના શાહપુરા પાસે રોડ પરથી પસાર થઈ રહેલા મોટરસાયકલ સવાર પર એકાએક વૃક્ષ પડતા ચાલક અને પાછળ બેઠેલા તેઓની પત્નીનું મોત નિપજ્યું છે.પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે રવિવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેવામાં મુશળધાર વરસેલા વરસાદના કારણે ભારે અફડાતફડી મચી ગઇ હતી. મંદિર બહાર બજારમા વરસાદી પાણી ઘૂંટણસમા ભરાતા ભક્તોના ચંપલો તરવા લાગ્યા હતા. જોકે વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ દર વર્ષની માફક અહીયા પાણી ભરાતા પાલિકાની પોલ ખુલ્લી પડી છેવસો તાલુકાના પેટલી ગામે પણ ભારે પવનના કારણે નુકસાન થયું છે. ગામની પ્રાથમિક શાળામાં આવેલા ઓરડાના પતરાઓ ભારે પવનના કારણે ઉડી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: