સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણી આવતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણી આવતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે મહેમદાવાદ શહેરની સનરાઇઝ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણી આવતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલિકાને લેખિત રજૂઆત કરતા પાણીનું ટેન્કર મૂકી પાણીની પાઇપ લાઇન ચેક કરવામાં આવી રહી છે. પરંતુ એક અઠવાડિયાથી વધુ સમય વિતી જતાં કોઇ નક્કર પરિણામ ન આવતા નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. મહેમદાવાદ શહેરમાં આવેલ સનરાઇઝ પાર્ક સોસાયટીમાં આવતી પાણીની લાઈનમાં કોઈ જગ્યાએ ડ્રેનેજની લાઇન ભેગી થઇ જતા દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે મકાનોમાં રહેતા આશરે ૧૫૦ થી વધુ રહીશોએ પીવાના પાણી માટે બહાર થી પાણીના જગ મંગાવા પડે છે. પાલિકાને લેખિત રજૂઆત કરતા પાણીનું ટેન્કર મૂકી પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધર્યું છે. પરંતુ એક અઠવાડિયાથી વધુ સમય વિતવા છતાં સમસ્યાના કોઈ નક્કર પરિણામ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશો કોઇ ગંભીર બિમારીનો ભોગ બને તેવી શક્યતા સેવાઇ રહી છે. આ સમસ્યાનુ નિરાકરણ લવાય તેવી માંગ ઉઠી છે. આ બાબતે મહેમદાવાદ ચીફ ઓફિસરે જણાવ્યું હતું ટેકનીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કામ ચાલુ છે. પાલિકા દ્વારા વૈકલ્પિક સુવિધા તરીકે પાણીનું ટેન્કર મૂકવામાં આવ્યું છે. સમસ્યા ક્યા છે તે મળતું નથી, કોઇ અન્ય જગ્યાએ લિકેજ હોય તો પણ આ સમસ્યા બની શકે છે પરંતુ પાલિકાના કર્મચારીઓ સ્થાનિક રહીશોના ઘર ચેક કરી સમસ્યાનુ નિરાકરણ લાવશે.

