ઝાલોદ નગરમાં ભાજપ સંગઠન દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું.

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં ભાજપ સંગઠન દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું ભાજપના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતાં 30 મે થી 30 જૂન સુધી ભાજપ સંગઠન દ્વારા દરેક લોકસભા વિસ્તારમાં વિશેષ જનસંપર્ક અભિયાનનું આયોજન કરાયું ભારતના વડાપ્રધાન અને ભાજપના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ સંગઠન દ્વારા દરેક લોકસભામાં સમાવિષ્ટ દરેક વિસ્તારોમાં જઈ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જૂન સુધી યોજાઈ રહ્યો છે. આ અભિયાન ભાજપના દરેક જિલ્લા કેન્દ્ર તેમજ શક્તિ બુથ કેન્દ્ર પર આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત જનસંપર્ક ,લાભાર્થી સંપર્ક, સમાજના દરેક વર્ગ સાથે સંપર્ક, વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી ભાજપ સરકારની નીતિ અને યોજનાથી લોકોને માહિતગાર કરવામાં આવનાર છે. ઝાલોદ નગરમાં ભાજપ શહેર પ્રમુખ દિનેશ પંચાલની આગેવાની હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં જઈ નાનામાં નાના કાર્યકર્તાઓ તેમજ દરેક ઘરોમાં જઈ જનસંપર્ક કરી ભાજપની કામગીરી તેમજ ભારત બહાર પણ ભારત દેશનો ડંકો વગાડી સન્માન અપાવેલ છે તેના વિશે જન જન સુધી પહોંચી લોકોને માહિતગાર કરવામાં આવી રહેલ છે. આ જનસંપર્ક થી જનતા પાસે ભાજપના કાર્યકર્તાઓ આગામી લોકસભા માટે પણ જન સમર્થન માંગી રહેલ છે. આ જનસંપર્ક અભિયાનમાં શહેર ભાજપના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા કાઉન્સિલરો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં જઈ જનસંપર્ક અભિયાનને સફળ બનાવી રહેલ છે તેમજ દરેક કાર્યકર્તાઓને પણ વ્યાપક જન સમર્થન મળી રહેલ છે તેમજ આ વિશેષ જનસંપર્ક અભિયાન ભાજપના દરેક કાર્યકર્તાઓ દ્વારા એક મહીના સુધી વિવિધ કાર્યક્રમો હેઠળ અલગ અલગ ટીમ બનાવી સફળ બનાવવા કમર કસી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: