નડિયાદ પાસે મંજીપુરામાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લજવાતો કિસ્સો પ્રકાશમાં આવ્યો

નડિયાદ પાસે મંજીપુરામાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લજવાતો કિસ્સો પ્રકાશમાં આવ્યો નડિયાદના મંજીપુરા ગામે દારૂના નશામાં  ભાઈએ જ  બહેન સાથે બિભત્સ માંગણી કરતાં મામલો હત્યામાં પરિણમ્યો છે. ઘરમાં બહેનને એકલી જોતા ભાઈએ બહેનનો હાથ પકડી બિભત્સ માંગણી કરતાં બહેને આવેશમાં આવી ધારિયુ મારી ભાઈની હત્યા કરી હતી. હત્યાબાદ બહેને ઘરમાં ભાઈ આકસ્મિક પડી ગયા હોવાનુ પોલીસને જણાવતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી. જોકે, બાદમાં પોલીસને શંકા જતાં  પી.એમ. કરાવ્યું હતું. જેમાં કોઝ ઓફ ડેથ થયું હોવાનું ઉજાગર થતાં મૃતકની બહેનની પુછપરછ કરતાં તેણે ગુનો કબુલી લીધો હતો. નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રજાપતિ ફળિયામા રહેતો સુનિલ બચુભાઈ પરમાર ગત ૩ જૂનના રોજ પોતાના ઘરે આકસ્મિક રીતે પડી જતાં મોત નિપજ્યું હોવાની વર્ધી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાંથી નડિયાદ રૂરલ પોલીસમાં આવી હતી. જેથી પોલીસે પહોંચી તપાસ હાથધરી હતી. જેમાં મરણજનારની  બહેને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મરણજનાર તેનો ભાઈ ઘરમાં આકસ્મિક રીતે પડી જતાં તેને ઇજાઓ પહોંચતાં તે બેભાન થઇ ગયો હતો. જેથી તેને હોસ્પિટલ લઇને આવ્યા છીએ. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. પોલીસે ડેડબોડી જોતા પોલીસને શંકા ગઇ હતી. કારણ કે, મૃતક સુનિલ પરમારને નીચે પાછળ બોચીના ભાગે કોઇ તીક્ષણ હથીયારની ઇજા થયેલાનો ઘા પડેલો હતો, તેમજ માથાના ઉપર ડાબી બાજુના ભાગે પણ તીક્ષણ હથીયારનો ઘા પડેલો જોવા મળ્યો હતો. અને ડાબી આંખ પાસે ઇજા થઇ હતી કાનમાંથી લોહી નીકળતુ હતુ  પાછળ બરડામાં ડાબા તથા જમણા પડખે બોથડ પદાર્થ મારેલાના સોળ પડેલોના નિશાન જણાયુ હતું. જેથી પ્રથમ દ્રષ્ટીએ પડી જવાથી નહી પણ કોઇકે સુનિલને તિક્ષ્ણ હથીયારથી  માર મારતાં મોત નિપજ્યુ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે પી.એમ. કરાવતાં રીપોર્ટમાં કોઝ ઓફ ડેથ થયું હોવાનું ઉજાગર થયું હતું. પોલીસે આસપાસના રહીશોની પુછપરછ કરતાં મૃતક સુનિલને તેની  બહેન સંગીતા સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતકની બહેન સંગીતાની  પુછપરછ કરતાં તે ભાગી પડી હતી અને હકિકત જણાવી  કે, ગત ૨ જુનના રોજ ‌સાજના સમયે હું ઘરે રોટલા બનાવતી હતી. તે વખતે સુનિલ દારૂ પીને ઘરે આવ્યો હતો  તેણે તેનું પેન્ટ ઉતારી  તેનો હાથ પકડી  તેણીની પાસે બિભત્સ માંગણી કરી હતી. સંગીતાએ પોલીસ વધુમાં કબુલાક કરતાં જણાવ્યું કે, ધારિયું પગમાં મારવા જતાં તે નીચે નમી જતાં તેના બોચીના ભાગે વાગી ગયું હતું. જેથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ પણ નશામા ચકચૂર સુનિલ જમીન પર પડ્યો પડ્યો બબડતો હતો. જેથી ડંડા વડે માર માર્યો હતો. ત્યારબાદ ભાઇ બેભાન થઇ જતાં ડંડો અને ધારિયું સંતાડી દીધું હતું. અને બેભાન ભાઇને હોસ્પિટલ લઇને આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.  નડિયાદ રૂરલ પોલીસે આરોપી મહિલાની  અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!