૫જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.આજે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ફતેપુરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ માન, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.
શબ્બીરભાઈ સુનેલવાલા
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.આજે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ફતેપુરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ માન, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ફતેપુરા મુકામે આવેલ વન વિભાગ વનીકરણ કચેરી ખાતે તાલુકા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતી જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ભાજપના અગ્રની કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ના પતિ ના ટીનાભાઈ પારગી ભાજપ ના પીઢ કાર્યકર્તા ચુનીલાલભાઈ ચરપોટ વન વિભાગ વણીકરણ કચેરીના અધિકારીશ્રીઓ કર્મચારીઓ નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી અસારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સેન્દ્રીય ખાતર કીટ વિતરણ નો શુભારંભ પણ ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અનુરૂપ નેતા ગણ દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભવોના વરદૃ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટૂંકા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લાભાર્થીઓને ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ના હસ્તે ઇનામ વિતરણ કરાશે.




