નડિયાદ રીંગ રોડ પર દારૂ ભરેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ રીંગ રોડ પર દારૂ ભરેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત નડિયાદના મરીડા પાસે રીંગ રોડ પર ગતરાત્રે દારૂની હેરાફેરી કરતી ટ્રકે એક બાઈકને ટક્કર મારી હતી જેના કારણે બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. ચાલકે ટ્રક મુકી નાસી ગયો હતો. અકસ્માત ગ્રસ્ત ટ્રકમાંથી મારબ્લી પાવડરની બોરીઓની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગળતેશ્વર તાલુકાના સુખીની મુવાડી ગામે રહેતા અને નડિયાદ એસટી વર્કશોપમા નોકરી કરતા ખુમાનસિંહ રતનસિંહ ઝાલા ગઇ કાલે રાત્રે પોતાનુ મોટરસાયકલ લઈને નોકરી આવી રહ્યા હતા. તે દરમિયાન મરિડા રીંગ રોડ પર સામેથી આવતી ટ્રક ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી. જેના કારણે મોટરસાયકલ ચાલક ખુમાનસિંહ ઝાલા બાઈક સાથે રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઘાયલ બાઈક ચાલક ખુમાનસિંહ રતનસિંહ ઝાલાને તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. ટક્કર મારી ટ્રક ચાલક ત્યાંથી વાહન લઇને નાસી ગયો હતો. આગડ જતાં પોલીસ ચોકી જોતા જ ટ્રક ચાલકે પોતાની ટ્રક સાઈડમાં પાર્ક કરી ફરાર થયો હતો.અનેનડિયાદ ટાઉન પોલીસને જાણ થઈ હતી કે ઉપરોક્ત અકસ્માત સર્જનાર ટ્રક હેલીપેડ ટ્રાફીક ચોકીની પાછળના ભાગે પડી છે. પોલીસના માણસો ટ્રક પાસે પહોંચ્યા હતા અને જોયું કે કોઈ હાજર નહોતા. પોલીસે ટ્રકનો કબ્જો મેળવી ટ્રકમાં કાળા કલરની તાડપત્રી હટાવી તપાસ કરતા અંદરથી મારબ્લી પાવડરની બોરીઓ મળી આવી હતી. બોરીઓને હટાવી જોતાં અંદર વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. ગણતરી કરતા રૂપિયા ૧ લાખ ૫૬ હજાર ૯૬૦નો વિદેશી દારૂ તેમજ મારબ્લી પાવડરની બોરીઓ નંગ ૬૨૦ કિંમત રૂપિયા ૪૬ હજાર ૫૦૦ અને ટ્રક મળી કુલ રૂપિયા ૭ લાખ ૩ હજાર ૪૬૦નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સામે ટાઉન પોલીસે અકસ્માત અને પ્રોહીબીશન એમ બે જુદી જુદી એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.