વડતાલ મંદિર ખાતે રાષ્ટ્રીય શિક્ષાનિતી પર સેમિનારયોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

વડતાલ મંદિર ખાતે રાષ્ટ્રીય શિક્ષાનિતી પર સેમિનારયોજાયો. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં આજરોજ રવિસભા સાથે સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર કેન્દ્રિય મંત્રી દેવુસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. ત્રણ ઉપકુલપતિઓ ઉપસ્થિત રહ્યા. વડતાલધામ ધર્મસ્થાનની પહેલ. ધર્મસભામાં શિક્ષાનિતિની પારદર્શક રજુઆતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા. હતા.જેઠ સુદ પૂનમના દિવસે કેસર જળથી અભિષેકના દર્શન કરીભક્તોએધન્યતાનાનુભવિહતી. વડતાલગાદીના વર્તમાન પિઠાઘિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજના  આશીર્વાદ સાથે ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને ડો સંત સ્વામીએ અનેક સેવા કાર્યો શરૂ કર્યા છે. એમા રવિસભા અગત્યની ભુમિકા નિભાવી રહયાછે. છેલ્લા ૭૭ મહિનાથી દર મહિનાના પ્રથમ રવિવારે વચનામૃતની કથા ડો સંત સ્વામી કરી રહ્યા છે. ૪ જુન નારોજ્યોજયેલી રવિસભા મા સેમિનારના પ્રારંભમાં રેલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે મહામંત્રની ધુન સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. આ  પ્રસંગે કેન્દ્રિયમંત્રી દેવુસિંહજી ચૌહાણ , ડો બળવંત જાની – કુલપતિ સાગર યુનિવર્સિટી , ડો જયેન્દ્રસિંહજી જાદવ – મહામમંત્રી ગુજરાત સાહિત્ય અકાદમી , ડો ભરત જોષી – કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ વગેરે સારસ્વતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. નવી શિક્ષા નિતિના માધ્યમથી નવા ભારતનું નિર્માણ થશે. કલા કૌશલ્ય અને સંસ્કારના વારસો જીવંત થશે. આ શિક્ષાક્ષેત્રે વિરાટ પરિવર્તન છે જડથી જોડાયેલ અને જગમાં પડછંદ સંભળાય  એવુ માળખું ગોઠવવા માટે મા. નરેન્દ્રભાઈ મોદી અને સારસ્વત શિક્ષાવિદોનો હું આભાર માનું છું , ઉપરોક્ત શબ્દો કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણે ઉચ્ચાર્યા હતા. નવી શિક્ષાનિતીના પરામર્શક ડો  બળવંત જાની અને જયેન્દ્રસિંહ જાદવે ધર્મસભામાં દેશની નવલી શિક્ષાની વાત માટે વડતાલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. લાલજી મહારાજશ્રી સૌરભપ્રસાદજીએ યજમાન દિક્ષિતભાઈ પરિવાર અને સભાજનોને આશીર્વાદ પાઠવ્યા હતા. ચેરમેન દેવપ્રકાશ સ્વામી , લાલજી ભગત – જ્ઞાનબાગ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. હરિઓમ સ્વામી – વડતાલ પાઠશાળા , શ્રીવલ્લભ સ્વામી , બ્રહ્મસ્વરૂપ સ્વામી વડતાલ પીજ ભરૂચ વગેરે મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સભાની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવક ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: