બીડજ ગામની મહિલાની બે માસ અગાઉ હત્યાના કેસમાં એકની ધડપક.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
બીડજ ગામની મહિલાની બે માસ અગાઉ હત્યાના કેસમાં એકની ધડપક ખેડા જિલ્લા બીડજ ગામની મહિલાની બે માસ અગાઉ હત્યા કરાયેલી લાશ અમદાવાદના અસલાલીના મહીજડા ગામના ખેતરમાંથી મળી આવી હતી. પોલીસની તપાસમાં મહિલાનો પરિચીત શખ્સ જ હત્યારો નીકળતા અટકાયત કરાઇ હતી. પૂછપરછ કરતા લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. અસલાલીના મહીજડા ગામની સીમમાં તા.૨૪ માર્ચના રોજ અજાણી આધેડ મહિલાની લાશ મળી આવી હતી. મૃતક મહિલાની ઓળખ માટે પોલીસે ગુનો નોધી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. દરમિયાન મૃતક મહિલાના સંબંધી ખેડા પોલીસ સ્ટેશન જતા સ્ટીકર પરથી અજાણી મહિલા તેની પરિચિત હોવાનું બહાર આવતા અસલાલી પોલીસને કરતા પોલીસે અજાણી મૃતક મહિલા જશીબેન કનુભાઈ ઠાકોર રહે બીડજ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ તેની હત્યા કેમ કરાઇ તે વિગતો બહાર આવી ન હતી. જેથી પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનીકલ મદદથી અલગ અલગ દિશામાં તપાસ હાધ ધરી હતી. જેમાં મૃતક મહિલાને ખેડાના લાલી રાવળવાસમાં રહેતા રાજેશ ઉર્ફે પિન્ટુ રાવળ સાથે પરિચય હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ મહિલાના મોબાઇલના સીડીઆર તપાસ કરતા તેમાં પણ રાજેશનો નંબર મળ્યો હતો. જેથી પોલીસે રાજેશની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે કહ્યુ હતુ કે મૃતક મહિલા પરિવારથી અલગ રહેતી હતી અને ક્યા બહારગામ જવાનું હોય તો મહિલાને તે મોપેડ પર બેસાડી લઈ જતો હતો. બનાવના દિવસે બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન તેને અપશબ્દો બોલી મહિલાનુ ગળુ અને મોં દબાવી હત્યા કરી હતી. આ બાદ તેને મહિલાનો મોબાઇલ અને ઘરેણા લુંટી લીધા હોવાની કબૂલાત કરી હતી. આમ બે માસ અગાઉ ખેડાના બીડીજની મહિલાનો હત્યાનો ભેદ ઉકેલાયો છે.