ફતેપુરા તાલુકાના બારસાલેડાગામે નવીન રસ્તાનું ખાતમુરત કરવામાં આવ્યું.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના બારસાલેડાગામે નવીન રસ્તાનું ખાતમુરત કરવામાં આવ્યું બારસાલેડા ગામના ગામ આગેવાનો દ્વારા પોતાના સ્વખર્ચે નવીન રસ્તા નું ખાતમુરત કરવામાં આવ્યુંફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે ગ્રામજનો દ્વારા નવીન રસ્તા નું ખાતમુહર્ત કરી ગામના આગેવાનો દ્વારા સ્વખર્ચે પોહટાળી ફળિયા મેઈન રોડ થી નવીન ગ્રામ પંચાયત ભવન સુધી રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી.અગાઉ છેલ્લા ઘણા વર્ષો થી જવાબદાર સરપંચો ને વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તા ની કામગીરી નહિ કરાતા ગ્રામજનો દ્વારા સ્વખર્ચે રસ્તા ની કામગીરી હાથ ધરી શરૂઆત કરવામાં આવી.જેમાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.