માતર પાસેના નેશનલ હાઇવે પર આઈસર ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ.
નરેશ ગનવાણી નડિયાદ
માતર પાસેના નેશનલ હાઇવે પર આઈસર ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ ખેડા જિલ્લાના માતર પંથકમાં વધુ એક અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું છે. નેશનલ હાઇવે પર પુરપાટે આવતી આઈસર ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક ઘાયલ થયો છે. આ બનાવ સંદર્ભે માતર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ખેડાના માતર તાલુકાના રધવાણજ બ્રીજ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં હાઇવે નંબર 48 પર અમદાવાદથી વડોદરા જવાના માર્ગે ખેડા ટોલ નજીક હોટલ સામે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આઇસર ટ્રકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટર બેકાબુ બન્યું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાંથી ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ નીચે પટકાયા હતા. જેથી બંનેને ગંભીર ઈજા પહોંચી હતી.આમાં એક વ્યક્તિ નીચે પટકાતાની સાથે જ વ્યક્તિના માથા પર ટ્રકનુ ટાયર ફરી વળ્યું હતું. જેથી સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતા. ઇજાગ્રસ્તને હાઇવે પેટ્રોલિંગની એમ્બ્યુલન્સ વાન મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માતર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.