કચેરી ની શાખાઓમાં કર્મચારી અને જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાનું જોવા મળ્યું.
ગગન સોની
કચેરી ની શાખાઓમાં કર્મચારી અને જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાનું જોવા મળ્યું સંજેલી તાલુકા પંચાયત માં જિ. પ.પ્રમુખની ઓચિંતી મુલાકાતમાં ગંભીર બેદરકારી સામે આવી* છેલ્લા કેટલાક સમયથી લાલિયાવાડી ચાલતી હોવાની રજુઆત કરવામાં આવી હતી. સંજેલી તાલુકા પંચાયતમાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મનમાની કરી વહીવટ ચલાવતા હોવાની રજૂઆત સ્થાનિક આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ને કરવામાં આવી હતી.જેના પગલે શુક્રવાર ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ એ ઓચિંતી મુલાકાત લેતા ગંભીર બેદરકારી સામે આવી હતી. વિવિધ કચેરીઓમાં લાલિયાવાડી ચાલતી હોવાનું નજરે જોવા મળ્યું હતું. જેના કારણે વિકાસના કામો રૂંધાતા હોવાનું જાણવા મળ્યું હતું. ગેરહાજર કર્મચારીઓને નોટીશ આપવાની સૂચના અપાય હતી. સંજેલી તાલુકાના વિસ્તારના સરપંચો અને આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાને રજુઆત કરાઇ હતી કે તાલુકા પંચાયતના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પોતાની મનમાની કરી વહીવટ ચલાવી રહ્યા છે અને મનમાની મુજબ ફરજ બજાવી રહ્યા છે. જેમાં છેવાડાના વિસ્તારના ગામોમાં વિવિધ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વિકાસ ના કામો સમયસર થતાં નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી એ ઓચિંતી તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી જેમાં તાલુકા પંચાયતની મનરેગા શાખા તેમજ અન્ય બીજી શાખાઓમાં કોઈ કર્મચારી હાજર જોવા મળ્યું ના હતું. મનરેગા શાખામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની રજૂઆત થઈ હતી.ગંભીર પ્રકારની બેદરકારી ચાલતી હોવાની રજૂઆત સંદર્ભે ઓચિંતી મુલાકાત લીધી હતી. ગેરહાજર કર્મચારીઓને નોટીશ આપવાની સૂચના આપી હતી. ઓચિંતી મુલાકાત દરમિયાન અધિકારીઓની બેદરકારી નિષ્કાળજી બાબતનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને તથા વિકાસ કમિશ્નર ને કરવામાં આવશે તેમ પ્રમુખ શીતલકુમારી વાઘેલા એ જણાવ્યું હતું