ફતેપુરા તાલુકા MGVCL ના મનસ્વી વહીવટથી ત્રાહિમામ.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા MGVCL ના મનસ્વી વહીવટથી ત્રાહિમામ પોકારી રહેલા માનાવાળા બોરીદાના ખેડૂતો.માનાવાળા બોરીદામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની છ માસથી ત્રણ ડી.પી.ઓ બળી જતા વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય.:-એગ્રીકલ્ચર વીજ પ્રવાહના અભાવે માનાવાળા બોરીદાના ખેડૂતોના શિયાળુ તથા ઉનાળુના ખેતી પાકો નિષ્ફળ જતા હજારોનું નુકસાન.ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલના જવાબદારો દ્વારા વીજ ગ્રાહકોની મુશ્કેલી પ્રત્યે આંખ આડાખાન કરાતા ખાસ કરીને પોતાના કુવાઓ ઉપર એગ્રીકલ્ચર વીજ લાઈન લેનાર ખેડૂતોના વીજ કનેક્શનોમાં બરાબર ખેતીની સીઝનમાં ખોટકાતા વીજ પ્રવાહના કારણે અને એમ.જી.વી.સી.એલની બેદરકારીથી ખેડૂતોના ખેતી પાકો નિષ્ફળ જઈ રહ્યા છે.ત્યારે તે પ્રત્યે ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ ના વહીવટમાં સુધાર લાવવા ઉચ્ચ અધિકારીઓ સત્વરે ધ્યાન આપે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ છે પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા ગામે કુવાઓ ઉપર એગ્રીકલ્ચર વીજ લાઈનો માટે ત્રણ વીજ ડી.પી ઓ ફાળવવામાં આવેલ છે.તેમાં માનાવાળા બોરીદાના માતા ફળિયા,પટેલ ફળિયા તથા નિશાળ ફળિયામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની ડી.પીઓ આવેલી છે.જેમાં માતા ફળિયા ખાતે આવેલ વીજ ડી.પી છેલ્લા દોઢેક માસથી બળી જવા પામેલ છે.અને આ ડી.પી ઉપર સાત જેટલા એગ્રીકલ્ચર વીજ લાઈનના કનેક્શનો આપવામાં આવેલ છે. જ્યારે પટેલ ફળિયા ખાતે આવેલ વીજ ડી.પી છેલ્લા છ માસથી બળી જતા તેની ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલના જવાબદારોને અનેક વાર લેખિત મોખીક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી નવીન વીજ ડી.પી બેસાડવામાં નહીં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. જ્યારે નિશાળ ફળિયા ખાતે આવેલ એગ્રીકલ્ચર વીજ ડી.પી છેલ્લા બે માસથી બળી જવા પામી છે.અને આ વીજ ડી.પી ઉપર ત્રણ જેટલા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવેલ છે. આમ એક જ ગામમાં ત્રણ-ત્ર






