દાહોદમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો

ગગન સોની/ધ્રુવ ગોસ્વામી

દાહોદ તા.૦૬
દાહોદમાં આજ વહેલી સવારે કમોસમી વરસાદ એટલે કે, માવઠાએ પધરામણી કરતાં શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વધુમાં ખેડુતોમાં પણ આ કમોસમી માવઠાથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સવારમાં પડેલ આ માવઠા બાદ આખો દિવસ વાદળછાયા વાતવરણ વચ્ચે દિવસ પસાર થયો હતો.
હવામાન વિભાગ દ્વારા કેટલાક દિવસો પુર્વે કમોસમી વરસાદની આગાહી પણ આપવામાં આવી હતી અને રાજ્યના કેટલાક શહેરમાં માવઠું પણ પડ્યું હતુ. બે દિવસથી દાહોદ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતુ અને આજરોજ વહેલી સવારે વરસાદી છાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગરમીથી લોકોને મહદઅંશે રાહત તો મળી જ હતી પરંતુ આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાના ખેડુત મિત્રોમાં પાકને નુકસાનને લઈને ચિંતા પણ જાવા મળી રહી છે. શહેરમાં સુર્યનારણના દર્શન સાથે સાથે આંખ મીચોલીની રમત સાથે દિવસ ભર વાદળછાયું વાતવરણ રહેવા પામ્યું હતુ અને ઠંડા પવનો પણ ફુંકાતા હતા.
#Dahod #Sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: