નડિયાદમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પ્રજાના સળગતા પ્રશ્નો સાંભળ્યા.
નડિયાદમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પ્રજાના સળગતા પ્રશ્નો સાંભળ્યા નડિયાદ ઈપ્કોવાલા હોલ પાસે શનિવારે સવારે ૧૧ કલાકે વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર તથા જિલ્લાના લોકોએ પોતાના વિસ્તારના સળગતાં પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેમાં નગરમાં પાણીની સમસ્યા, રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગટરના પ્રશ્નો સહિત વિગેરે પ્રશ્નો અંગેની રજૂઆતોકરી હતી.તેમજ,સરકારી કચેરીમાં ચાલતાં ભ્રષ્ટાચાર, નાણાંકિય વ્યવહાર, જમીન માપણી, યોજનાનો લાભ નહીંમળવા બાબતે વિગેરે સમસ્યાઓના પ્રશ્નો અંગે વસો, નડિયાદ, મહુધા વિગેરે તાલુકાના ગામોના લોકોએ જનમંચ પરથી રજૂઆત કરાઇ હતી. તેમજ લેખિત અરજી આપીને સમસ્યાના નિકાલ અંગે કોંગ્રેસના નેતાને આપી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મંચ પરથી થયેલી તમામ રજૂઆતોને કોંગ્રેસ સમિતિ દ્વારા જે તે સરકારી કચેરીમાં મોકલી આપીને તે પ્રશ્નાના ઉકેલ બાબતે સતત ઉઘરાણી કરીને પ્રજાનાપ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આગામી વિધાનસભા સત્રમાંતે પ્રશ્નોની રજૂ કરવામાં આવશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી ગોકુલ શાહ, તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.