નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે ઠગાઈના કેસમાં ફરાર આરોપી પોલીસના સંકજામાં.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે ઠગાઈના કેસમાં ફરાર આરોપી પોલીસના સંકજામાં નડિયાદમાં ડભાણ રોડ પર માસ્ટર સોલ્યુશન તથા ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના માલિક તથા કર્મચારીઓએ ભેગા મળી ગુનાહિત કાવતરું રચ્યું હોવાનો એક વર્ષ પહેલા પર્દાફાશ થયો હતો. જે સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે દિક્ષુબેન અજયભાઇ દેસાઈની ફરિયાદના આધારે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર માસ્ટર ડિજિટલ ટેકનોલોજી કંપનીના સીંગ નામનો પાટનર, મુખ્ય સૂત્રધાર રાહુલ નારણભાઈ વાઘેલા (રહે. ગ્રીન સીટી, યોગીનગર, નડિયાદ), મેનેજર મિતુલ અને ચિરાગ સરવૈયા મળી ૪ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમા સૂત્રધાર આરોપી રાહુલ વાઘેલાની ધરપકડ કરાઈ હતી.આરોપીઓ માસ્ટર સોલ્યુશન નામની કંપની કંપનીના નીતિ નિયમો મુજબ ડેટા એન્ટ્રીઓના દર ૧૫ દિવસમાં રકમ પોતાના એકાઉન્ટમાં પડશે તેવું કંપની દ્વારા વચન આપી નક્કી કરેલ જે પંદર દિવસ પડવા જોઇએ પણ કંપની એક ટકાનો ટી.ડી.એસ તેમજ નાંણાની કપાત કરી બાકીના નાણાં બેંકમાં જમા કરતી હતી. આમા રોકાણકારોને ૧૫ હજારથી ૧ લાખ સુધીના ઈન્વેસ્ટ ઉપર કંપની આઈડી આપી હતી. ફરિયાદી અને તેના ભાઇએ પણ આ માસ્ટર ડિજિટલ સોલ્યુશન નામની કંપનીમાં રોજગાર મેળવવાના આશયથી ૧ લાખ ૬૫ હજાર ઈનવેસ્ટ કર્યા હતા.શરૂઆતમાં નીતિ-નિયમ મુજબ નાણાં મળ્યા હતા. પછી નવેમ્બર ૨૦૨૧થી ડેટા એન્ટ્રીના નાણાં ખાતામાં જમા થતા નહોતા. જે બાબતે ફરિયાદી મહિલા અને તેના ભાઈએ નડિયાદના ડભાણ રોડ પર આવેલ માસ્ટર સોલ્યુશન નામની કંપનીની ઓફિસમાં ગયા હતા.જ્યા આ રીતે કેટલાય લોકોના નાણાં કંપનીએ દબાવી દીધા હોવાનુ જાણ થઈ હતી. આમ વિશ્વાસમાં લઇ ડેટા એન્ટ્રીઓનું કામ કરાવી ડેટા એન્ટ્રીના નાણા ખાતામાં જમા ન થતા આ બાબતે કંપનીની વેબસાઇટ ઉપર જઈ ચેક કરતા કંપનીનું નામ માસ્ટર સોલ્યુસન પ્રા.લી. ની જગ્યાએ માસ્ટર ડીજીટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામ આપેલ હતુ. નડિયાદ તથા આસપાસના ગામોમાંથી આશરે ૩૮૭ લોકો તથા રાજ્યમાંથી આશરે ૨૨ હજાર લોકોએ આ રીતે નાણાં રોકાણ કર્યાં હતાં. આશરે ૫૦ કરોડનુ ફુલેકું ફેરવી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ બનાવમાં એક વર્ષના લાંબા સમય બાદ પાર્ટનર જગજીતસિગ ધારીવાલા પોલીસના સંકજામાં આવ્યો છે. જગજીતસિંગ હરભજનસિંગ ધારીવાલને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો હતો. અને નડિયાદ રૂરલ પોલીસ વડોદરાથી આરોપીને નડિયાદ લાવી મેડિકલ કરાવ્યું હતું. પોલીસસુત્રોના જણાવ્યા મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવા તજવીજ હાથ ધરી છે.


