ગરબાડા તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આમલી અગીરસની ઉજવણી કરવામાં આવી
રમેશભાઈ ભુરીયા, ગરબાડા
દાહોદ, તા.પ
હોળીના તહેવાર પહેલા આમલી અગિયારસે દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આજુબાજુના ગામના લોકો આમલી અગિયારસના દિવસે તેમના સ્વજનોના અÂસ્થતું વિસર્જન રામડુંગરા ગામે આવેલ ભીમકુંડમાં કરે છે. આ સમાજના લોકોની વર્ષોથી પરંપરા આ રહી છે. કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય તો તેના અÂસ્થ ઘરની બહારની જગ્યામાં દટી દેતા હોય છે. અને હોળીની જ્યારે પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયારસ હોય ત્યારે જે તે મૃતક સ્વજનના અÂસ્થતું વિસર્જન ભીમકુંડમાં કરાય છે. જા કે અહિંના આદિવાસી સમાજના લોકોની એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા અને આ જગ્યાએ પાંચકુડ છે જેથી આ જગ્યાએ દેવોનો પણ વાસ છે. જેથી અહી અÂસ્થ પધરાવવાથી મોક્ષ મળે છે. અÂસ્થત પધરાવનાર વ્યÂક્તનું કહેવુ છે કે વહેલી સવારથી જ ભીમકુંડ ખાતે આદિવાસી સમાજના લોકો ખુબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા અને ઢોલ નગારા વગાડીને તેમની સદીઓ જુની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અÂસ્થઓ આ ભીમકુંડમાં વિસર્જન કર્યા હતા. કેટલાક લોકો એમ માને છે કે અહીંયા અÂસ્થ વહાવવાથી અમને કાશીમાં અÂસ્થ વહાવ્યા જેટલુ પુણ્ય મળે છે અહી ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હોવાનું કહેવાય છે સદીઓથી આ પ્રથા ચાલતી આવતી હોવાથી ર૧મી સદીના યુગમાં પણ આ સમાજના લોકો આ પ્રથાને જીવંત રાખે છે પરંતુ કેટલાક લોકો હવે આ પ્રથા આપણા બાપદાદાઓ છોડી ગયા હતા કારણ કે તે જમાનામાં બધા મજુરીએ જતા હતા અને હોળીના પુર્વે જ બધા ઘરે આવતા હતા. આદિવાસી સમાજના લોકો પોતાની સદીઓ જુની પ્રથાને અનુસર છે તેવુ એક ગામના વૃધ્ધ વ્યÂક્તનું કહેવું છે.
#Dahod #Sindhuuday