જિલ્લાના વસો પંથકમાં યુવાને ઝાડ પર ગળાફાંસો ખાઇ લેતા ચકચાર.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
જિલ્લાના વસો પંથકમાં યુવાને ઝાડ પર ગળાફાંસો ખાઇ લેતા ચકચાર ખેડા જિલ્લાના મિત્રાલના યુવાને પીજ ગામની સીમમાં ખેતરમાં આંબા ઝાડ પર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વસો પોલીસમાં અપમૃત્યુનો ગુનો નોંધાયો છે. નડિયાદ પાસે વસો તાલુકાના મિત્રાલ ગામે ટેકરા ફળિયામાં રહેતા ૩૫ વર્ષિય ભરત મેલાભાઈ છોટાભાઈ જાદવ રવિવારે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. નજીક આવેલ પીજ ગામની સીમમાં આવેલ ખેતરમાં આંબાના ઝાડ સાથે ગળાફાંસો ખાધો હતો. ભારતનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ધસી આવ્યા હતા. યુવાને કયા કારણસર ગળે ફાંસો ખાધો તે જાણવા મળેલ નથી આ બનાવની જાણ વસોના પોસઈ રબારીને થતાં તેઓ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ સંદર્ભે મરણજનારના પિતા મેલાભાઈ છોટાભાઈ જાદવની ફરિયાદના આધારે વસો પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.