મોટર સાયકલ ચોરી ના બે આરોપીઓ ને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ.
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૨દાહોદ
ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના અનડીટેકટ ગુનાને ડિટેક્ટ કરી બાઈક ચોરીના બે આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે
.એક વર્ષ પૂર્વે દાહોદ શહેરના ગુજરાતી વાડના નાકે થી મોટરસાયકલ ચોરી થઈ હતી આ બાદ દાહોદ એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે બે ઈસમો મોટરસાયકલ ના સ્પેરપાર્ટો ને અલગ કરી તે સ્પેરપાર્ટો વેચવા માટે દાહોદ આવી રહ્યા હોવાની દાહોદ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસે દાહોદ શહેરના મંડાવાવ ચોકડી ખાતે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લામાં રહેતા રાકેશભાઈ દીતાભાઈ નીનામા અને અજયભાઈ અમરસિંગભાઈ ડામોર બંનેને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી મોટરસાયકલ ના અલગ અલગ પાડેલ સ્પેરપાર્ટો ના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


