મહેમદાવાદ પાસે L&Tની સાઈટ પરથી ૧ લાખના ચોરી કરેલા મુદ્દામાલ સાથે  પોલીસે એકને ઝડપી પાડયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહેમદાવાદ પાસે   L&Tની સાઈટ પરથી ૧ લાખના ચોરી કરેલા મુદ્દામાલ સાથે  પોલીસે એકને ઝડપી પાડયો મહેમદાવાદ નજીક આવેલા બાવરા ગામની સીમમાં L&Tની સાઈટ પરથી ૧ લાખના ચોરી કરેલા મુદ્દામાલ સાથે  પોલીસે એકને ઝડપી પાડયો  છે. અને  એક વ્યક્તિ ફરાર થયો છે. પોલીસે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા ટાઉન પોલીસે પોતાના હદ વિસ્તારમાંથી એક સીએનજી રીક્ષામાં ચોરીનો મુદ્દામાલ જેમાં લોખંડની ૯ થાંભલીઓ, નાની થાંભલીઓ ૧૮ અને પાઈપ નંગ બે મળી રૂપિયા ૧ લાખનો મુદ્દામાલ પકડ્યો હતો. આ ચોરીની ઘટનામાં પોલીસે એક આરોપી હર્ષદ રમેશભાઇ ચૌહાણ (રહે.બાવરા, ભાથીજીવાળુ ફળિયું, તા.મહેમદાવાદ)ને પકડી લીધો છે. જ્યારે તેનો સાથીદાર જાદવગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી (રહે.બાવરા, તા.મહેમદાવાદ) ફરાર થયો છે.  ચોરીનો મુદ્દામાલ ક્યાંથી ચોરી કર્યો તે દિશામાં પકડાયેલા ઈસમને પુછપરછ કરતાં તેણે આ મુદ્દામાલ બાવરા ગામમાં આવેલ L&Tની સાઈટ ચેનલ નંબર ૪૬૭ના પીલર નંબર ૨૧થી ૨૩ વચ્ચેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આથી આ સમગ્ર મામલે સીક્યુરીટીઝ સર્વિસીસ કંપનીમાં બ્રાચ મેનેજરને જાણ કરતાં આ સંદર્ભે તેઓએ આ બંન્ને તસ્કર સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!