નડિયાદ ટ્રેનમાં મુસાફરો ના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદ ટ્રેનમાં મુસાફરો ના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો એલ.સી.બી ટીમ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન  બાતમી આધારે વિનોદભાઇ ઉર્ફે શૈલેષભાઇ વિક્રમભાઇ તળપદા રહે.નડિયાદ ખાડવાઘરી વાસ, કેળાનીવખારની ગલીમાં,  સંતઅન્ના ચોકડી, હાલ રહે.નડિયાદ પવન ચક્કીરોડ, વરીયાપ્રજાપતી વાડી પાસે, લાલભાઇના મકાનમાં ભાડેથી નડિયાદ  જેને જુની ઇન્ડીયા હોટલ શેરખંડ તળાવ પાસેથી એક કોલેજ બેગ અને તેમાં મુકેલ બે લેપટોપ,મોબાઇલ ફોન, માઉસ, ચાર્જર, હેન્ડસ્ટ્રી વિગેરે ઇલેકટ્રોનિક સાધન-સામગ્રી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પુછતાછ કરતાં સામગ્રીના જરૂરી આધાર પુરાવા રજુ ન કરતા અને સંતોષકારક જવાબ નહિ આપતા ઇલેકટ્રોનિક સાધન સામગ્રીની કિ.રૂ.૫૧ હજાર ૬૦૦  કબ્જે કરી ઇસમની  અટકાયત કરેલ છે. આરોપી પાસેથી મળી આવેલ ઇલેકટ્રોનિક સાધન સામગ્રી બાબતે  પુછ પરછ કરતા  ઇસમે આજથી આશરે ચારેક દિવસ પહેલા રાણકપુર એક્સપ્રેસ ટ્રેનનડિયાદ ખાતે ઉભી રહેલ તે સમયે જનરલ કોચમાંથી ઉપરોક્ત સામાનની ચોરી કરી ઉતરી ગયેલ હતો જે બાબતે ખરાઇકરતા જી.આરીપી ઉત્તર જોધપુર  થાના  ખાતે  બેગ તફડંચીનો ગુનો રજીસ્ટર થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: