ઝાલોદ સરકારી હોસ્પિટલમના ડો.યશ અગ્રવાલ દ્વારા દર્દીના પેટ માંથી સર્જરી કરી.
પંકજ પંડિત
ઝાલોદ સરકારી હોસ્પિટલમના ડો.યશ અગ્રવાલ દ્વારા દર્દીના પેટ માંથી સર્જરી કરી 3.5 કિલોની ગાંઠ કાઢી સફળ સર્જરી કરી ગાયનેક ડૉ યશ અગ્રવાલે 20×15 સે.મી ની ગર્ભાશયની ગાંઠ કાઢી સફળ સર્જરી કરી ઝાલોદ નગરના સરકારી દવાખાનામાં ગાયનેક ડૉ તરીકે ફરજ નિભાવતા યશ અગ્રવાલે દવાખાનામાં આવેલ રૂપાખેડા ગામના દર્દી મડીબેન સંગાડાને છેલ્લા 6 મહિનાથી પેટમાં નજીવો દુખાવો રહેતો હતો. આ દર્દીએ 6 મહિનાથી થતા દુખાવાને ધ્યાને લીધેલ ન હતો પરંતુ છેલ્લા 10 દિવસથી આ દર્દીને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગતા આ દર્દીએ લીમડી ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવતા ત્યાં સીટી સ્કેનમાં દર્દીને ગર્ભાશયની 20×15 સે.મી ની ગર્ભાશયની ગાંઠ બતાવવામાં આવી હતી. સીટી સ્કેનમાં ગાંઠ આવતા રૂપાંખેડાના દર્દી મડીબેન સંગાડા અને તેમના પરિવારજનો એ ઝાલોદ સરકારી દવાખાના ખાતે બતાવવામાં આવેલ હતા. ઝાલોદ સરકારી દવાખાનામાં ગાયનેક ડૉ તરીકે ફરજ નિભાવતા યશ અગ્રવાલ દ્વારા દર્દીના રિપોર્ટ ચેક કરતા દર્દીને તાત્કાલિક ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. ડૉ યશ અગ્રવાલે દર્દીને જણાવ્યું કે ગર્ભાશયની કોથળીની મોટી ગાંઠ અને કોથળી સાથે ગાંઠ કાઢવા માટે દર્દીને સલાહ આપી હતી. તારીખ 13-06-2023 ના રોજ ગાયનેક ડૉ યશ અગ્રવાલ અને જનરલ સર્જન ડૉ શિવાંગી અને તેમની ટીમ દ્વારા બે કલાકની અત્યંત જટિલ સર્જરી કરી સફળતા પૂર્વક દર્દીના ગર્ભાશય માંથી 3.5 કિલોની ગાંઠ કાઢી સફળતા મેળવી હતી. ઓપરેશન સફળ અને સારી રીતે પાર પડતા દર્દી મડીબેન સંગાડા અને તેમના પરિવારજનો એ ડૉ યશ અગ્રવાલ અને તેમની આખી ટીમનો આભાર માન્યો હતો.