મહુધામાં પવનના કારણે ઝાડની ડાળી આધેડ પર પડતાં મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
મહુધામાં પવનના કારણે ઝાડની ડાળી આધેડ પર પડતાં મોત નિપજ્યું મહુધા તાલુકાના વડવાળી મુવાડીમાં રહેતા આધેડ પર લીમડાની ડાળ પડતા ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતુ. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.મહુધા તાલુકાના વડવાડી મુવાડીમાં રહેતા ૫૨ વર્ષીય રામાભાઇ મગનભાઈ ચૌહાણ વાસણા માં રહેતા હતાં અને ગામની ભાગોળે લીમડાના ઝાડ નીચે બેઠા હતા. હાલમાં વાવાઝોડા કારણે પવન ફૂંકાય રહ્યો છે. પવનના કારણે લીમડાની ડાળ રામાભાઈ પર પડતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે મહુધા પોલીસે મગનભાઈ છગનભાઈનુ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.


