બિપરજોય વાવાઝોડાનાં અનુસંધાને ખેડા જિલ્લામાં ગઇકાલે રાત્રીએ કુલ ૧૨૬ મિ. મી વરસાદ પડ્યો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
બિપરજોય વાવાઝોડાનાં અનુસંધાને ખેડા જિલ્લામાં ગઇકાલે રાત્રીએ કુલ ૧૨૬ મિ. મી વરસાદ પડ્યો બીપરજોય વાવઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાની અસર દેખાઈ રહી છે ત્યારે ખેડા જીલ્લામાં તા.૧૫ જુન ૨૦૨૩ની સાંજથી તા. ૧૬ જુન ૨૦૨૩ સવાર સુધી કુલ ૧૨૬ મી. મી. વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના માતર ખાતે કુલ ૩૦ મી. મી. અને સૌથી ઓછો વરસાદ ઠાસરામાં ૦૨ મિ. મી નોંધાયો હતો. જિલ્લાનાં વિવિધ તાલુકામાં અનુક્રમે માતર ખાતે કુલ 30 મિ. મી, ખેડા તાલુકામાં ૨૫ મિ. મી, મહુધામાં ૨૪ મિ. મી, નડિયાદમાં ૧૩ મિ. મી, કઠલાલમાં ૧૨ મિ. મી, મહેમદાવાદમાં ૦૮ મિ. મી, વસોમાં ૦૫ મિ.મી, ગળતેશ્વરમાં ૦૪, મિ.મી, કપડવંજમાં ૦૩ મિ.મી અને સૌથી ઓછો ઠાસરામાં ૦૨ મિ. મી વરસાદ નોંધાયો હતો.