ફતેપુરાના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક શાળાના ઓરડાઓનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરાના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક શાળાના ઓરડાઓનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા મત વિસ્તારમાં નવીન પ્રાથમિક શાળાનો ઓરડા નું ખાતમુર્હુત કરવામાં આવ્યું
ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના સંજેલી તાલુકાનાં ખેડા વર્ગ હિરોલા પ્રા.શાળાના અંદાજિત 32.00 લાખના ખર્ચે 4 નવીન ઓરડા, કોચરવર્ગ-1 હિરોલા પ્રા.શાળાના અંદાજિત 16.00 લાખના ખર્ચે 2 નવીન ઓરડા, કરંબા વર્ગ પ્રા.શાળાના અંદાજિત 72.00 લાખના ખર્ચે 9 નવીન ઓરડા તથા ડુંગરા પ્રા.શાળાના અંદાજિત 24.00 લાખના ખર્ચે 3 નવીન ઓરડાઓનું ખાત મુહૂર્ત કર્યું.જે પ્રસંગે પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો શાળાના આચાર્ય-શીક્ષકો સહિત સ્ટાફ, પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા