ઝાલોદ કૉલેજમાં કોમર્સ વિભાગ ના અધ્યક્ષ ડૉ. પી. એમ. પટેલનો વિદાય સમારોહ યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ કૉલેજમાં કોમર્સ વિભાગ ના અધ્યક્ષ ડૉ. પી. એમ. પટેલનો વિદાય સમારોહ યોજાયો.
આજ રોજ ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના મંત્રી અને કોમર્સ વિભાગ ના અધ્યક્ષ ડૉ. પી.એમ. પટેલ સાહેબ વયનિવૃત્ત થતાં આજ રોજ તેમનો વિદાય સમારોહ યોજાયો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઝાલોદ વિદ્યા સમાજના ઉપપ્રમુખ અને કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર માનનીય શ્રી એસ. આર. રાવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં. આ સમારોહમાં પ્રિન્સિપાલ શ્રી એમ. એમ પટેલ, શ્રી ડી. સી. યાદવ અને શ્રી એ. આર. મોદીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું . આ સમારોહમાં ડૉ. વાય. પી. ઝાલાએ પ્રેઝન્ટેશન રજૂ કરીને જૂના સંસ્મરણોને યાદ કર્યા હતા. આ સમારોહનું સફળ સંચાલન ડૉ. અનિતા પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે ડૉ. રોહિત કપૂરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.