ઝાલોદ નગરમાં સ્વર્ણિમ સર્કલ પર નગરપાલિકાની બેદરકારી રીતે કરેલ કામને લઈ કાર નાળામાં ઉતરી

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરમાં સ્વર્ણિમ સર્કલ પર નગરપાલિકાની બેદરકારી રીતે કરેલ કામને લઈ કાર નાળામાં ઉતરી

રીમઝીમ વરસાદને લઈ કામ ચાલતી જગ્યાએ જમીન પોચી રહેતા કાર નાળામાં ઉતરી

ઝાલોદ ગીતા મંદિર થી સ્વર્ણિમ સર્કલ પર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના નાળાની કામગીરી ચાલી રહી છે.આ કામગીરીને લઈ ખાડા ખોદી નાળા નાખ્યા બાદ ઉપર માટી નાંખી રોડ સમતલ કરેલ છે પણ નગરમાં પલટાયેલ વાતાવરણને લીધે રીમઝીમ વરસાદ પડી રહેલો છે તેને લીધે સ્વર્ણિમ સર્કલની નજીક એક ફોર વ્હીલર માટીની અંદર ફસાઈ નાળામાં ગાડીનું આગળનું વ્હીલ ઉતરી ગયેલ હતું. આસપાસના દુકાનદારોની મદદ થી તે ગાડી તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવી હતી.
આગામી સમયમાં નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સનાતન હિન્દુ સમિતિ દ્વારા યોજવામાં આવી રહેલ છે તેથી રથયાત્રાના આયોજકો દ્વારા ગીતા મંદિર આગળ આવેલ રોડ પર રથયાત્રા અગાઉ સારી કામગીરી કરી રસ્તો ,માટી ,પથ્થર તેમજ ગટરના ઢાંકણ નાખી દઈ રસ્તો બરાબર કરવા નગરજનો એ માંગ કરેલ છે. જેથી રથયાત્રામાં કોઈ વિધ્ન ન સર્જાય તે હેતુથી નગરપાલિકા તાકીદે આળસ ખંખેરી આ રસ્તો સારો બનાવે તેવી સનાતન હિંદૂ સમિતિ દ્વારા નગરપાલિકા પાસે માંગ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!