પોલીસને પૈસા આપવાનો બહાનું કરી માતબર રકમ કઢાવી લેનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ.

સિંધુ ઉદય

દાહોદ તા.૧૫પોલિસમાં સગીરાના અપહરણની દાખલ થયેલ ફરિયાદ પાછી ખેંચી લેવાનું તેમજ પોલિસને પૈસા આપવાનું બહાનુ કરી રૂા. ૭૦૦૦ની માંગણી કરી અંતે રૂા. ૪૦,૦૦૦ જેટલી માતબર રકમ બળજબરીથી કઢાવી લેનાર ઢગ વિરૂધ્ધ પોલિસમાં ફરિયાદ થયાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લાના વડબારા ગામે માતા ફળિયામાં રહેતા બદરીભાઈ જાેખાભાઈ બારીયાએ દાહોદ તાલુકાના આગાવાડા ગામના નવા ફળિયામાં રહેતા કાળીયાભાઈ ઉર્ફે જુવાનસીંગ માવજીભાઈ મંડોડના સાળા વિરૂધ્ધમાં દાખલ થયેલ અપહરણના ગુનાની ફરિયાદ પાછી ખેંચી લેવા તેમજ પોલિસને પૈસા આપવાનું બહાનું કરી આગાવાડાના કાળીયાભા ઉર્ફે જુવાનસિંગ માવજીભાઈ મંડોડ પાસે ગત તા. ૩૦-૩-૨૦૨૩ના રોજ સવારે રૂા. ૭૦ હજારની ંમાંગણી કરી હતી પરંતુ કાળીયાભાઈ ઉર્ફે જુવાનસીંગે આટલી મોટી રકમની માંગણી સંતોષવાની ના પાડી દેતા ભારે રકઝકના અંતે વડબારા ગામના બદરીભાઈ જાેખાભાઈ બારીયાએ આગાવાડા ગામના કાળીયાભાઈ ઉર્ફે જુવાનસીંગ મંડોડ પાસેથી બળજબરી પૂર્વક રૂા. ૪૦ હજાર કઢાવી લઈ છેતરપીંડી ઠગાઈ કરી હતી. આ રૂપિયા ૪૦ હજાર પરત લેવા માટે કાળીયાભાઈ મંડોડ ઘણા પ્રયાસો કરી જાેયા પરંતુ બદરીભાઈ જાેખાભાઈ બારીયાએ પૈસા પરત ન આપતા આગાવાડા ગામના નવા ફળિયામાં રહેતા અને છેતરપીંડી અને ઠગાઈનો ભોગ બનેલ કાળીયાભાઈ મંડોડ કતવારા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા કતવારા પોલિસે આ સંદર્ભે વડબારા ગામના બદરીભાઈ જાેખાભાઈ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ ૪૧૭, ૪૨૦, ૩૮૪ મુજબ છેતરપીડીં ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: