ફતેપુરા માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને ધ્યાન માં લઈને ફતેપુરા પીએસઆઇ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું .

પ્રવિણ કલાલ

ફતેપુરા માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને ધ્યાન માં લઈને ફતેપુરા પીએસઆઇ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું ફતેપુરા માં ભગવાન જગન્નાથજીની 20મી તારીખે પ્રથમ શોભાયાત્રા નીકળવાની છે તેની તૈયારી આયોજન સમિતિએ કરી દીધી છે ત્યારે નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અમે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઝાલોદ વિભાગના ડીવાયએસપી એસ.ઓ જી ની ટીમ એલસીબી ની ટીમ બ્લેક કમાન્ડો ઝાલોદ સુખસર સંજેલી અને ફતેપુરા પી.એસ.આઇ જી કે ભરવાડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતુંફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ ભવ્ય શોભાયાત્રા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજી ની શોભા યાત્રા નીકળશે તેને ધ્યાનમાં રાખીને ફતેપુરા પોલીસ સ્ટાફ એક્શનમાં આવી ગયું છે ફતેપુરા નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફતેપુરા પીએસઆઇ ની અધ્યક્ષતામાં ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું ફતેપુરા નગરમાં શનિવારના રોજ હાટ બજાર ભરાય છે ત્યારે આ હાટ બજારમાં ઝાલોદ ડી વાય એસ પી .એ સો જી ની ટીમ એલસીબી ની ટીમ તેમજ ઝાલોદ સુખસર સંજેલી ફતેપુરાના પીએસઆઇ અને પોલીસ સ્ટાફ સાથે બ્લેક કમાન્ડો ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: