ઘરની બહાર ઉભેલા વ્યક્તિને કારચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ઘરની બહાર ઉભેલા વ્યક્તિને કારચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું નડિયાદના વડતાલ ગામે કારે એક યુવકને કચડ્યો છે. યુવકને લગભગ ૫૦ ફુટ જેટલો ઢસેડ્યો હતો. ઘર બહાર જ ઉભેલા વ્યક્તિને કારના ચાલકે ટક્કર મારતા તેનું મોત નિપજ્યું બનાવ બાદ કાર ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા લુપેશભાઈ ત્રીભોવનભાઈ નાન્ડોરીયા જે  પરિવાર સાથે વડતાલ  માસીને ત્યાં આવ્યાં હતા.  ગઇકાલે રાત્રે  રાજેશભાઈ પોતાના માસીના ઘરની બહાર ઉભા હતા ત્યારે પુરપાટે આવતી કારે  રાજેશભાઈને અડફેટે લેતાં આશરે ૫૦ ફુટ જેટલો  રાજેશભાઈને ઢસેડ્યા હતાં. જેથી રાજેશભાઈ કચડાઈ જતાં તેઓને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજેશભાઈને  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે નાનાભાઈ લુપેશભાઈ નાન્ડોરીયાએ ચકલાસી પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: