નિડયાદમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નિડયાદમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકો અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા નિડયાદના ડભાણ ચોકડી પાસે આવેલ શુભમ પાર્ટી પ્લોટમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રંગોળી,ચિત્ર સ્પર્ધા, ક્રિકેટ, લીંબુ ચમચી, કોથળા દોડ, કપલ દોડ વિગેરે સ્પર્ધાઓ તથા રાસ ગરબા,ડાન્સ સહિત સાંસ્કૃતિકકાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકો, ભાઇઓ,બહેનોએ ભાગ લીધો હતો. સમાજના દાતા પથિકભાઇ રામી(અમદાવાદ) દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને તથા વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ સલુણના કનુભાઇ રામી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. ભોજન દાતા વિજયભાઇ રામી (ઉત્તરસંડા), પાર્ટી પ્લોટના દાતા પરેશભાઇ રામી, વિનુભાઇરામી, હરીશભાઇ રામી સહિત સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ ભાવેશભાઇ રામી, તપન રામી, આકાશ રામી, વિજય રામી (અમદાવાદ) જયદીપ રામી એ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: