કપડવંજના રેલીયા ચેકપોસ્ટ પાસે રથયાત્રાની ચેકીંગ દરમ્યાન ૪.૯૨ લાખનો દારૂ ઝડપાયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

કપડવંજના રેલીયા ચેકપોસ્ટ પાસે રથયાત્રાની ચેકીંગ દરમ્યાન ૪.૯૨ લાખનો દારૂ ઝડપાયો ગતરાત્રે પોલીસે કપડવંજના પાંખીયા કાપડીવાવ રોડ પરથી નાકાબંધી તોડી ફરાર પીકઅપ ડાલાનો પીછો કરી રૂપિયા ૪.૯૨ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો જ્યારે  વાહન ચાલક વાહન મુકી ફરાર થવામાં સફળ થયો છે. પોલીસે દારૂનો જથ્થા સહિત વાહન મળી કુલ રૂપિયા ૧૦ લાખ ૪૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ઈસમ સામે કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલે કપડવંજ રૂરલ પોલીસના માણસો રેલીયા ચેકપોસ્ટ પાસે રથયાત્રાના અનુસંધાને વાહન ચેકીંગમાં હતા.તે  દરમિયાન બાયડ તરફથી આવી રહેલ પીકઅપ ડાલા નંબર (GJ 23 AT 1687) શંકાસ્પદ જણાતાં વાહનને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ  વાહન ચાલકે નાકાબંધી તોડી ફરાર થયો હતો. આથી પોલીસના માણસોએ  પીકઅપ ડાલાનો પીછો કરી થોડે આગળ પાંખીયા કાપડીવાવ રોડ પર બનાનામુવાડા સ્ટેન્ડ પાસે  પોલીસ  પીકઅપ ડાલા સુધી પહોંચે તે પહેલાં જ વાહન ચાલક વાહનને બીનવારસી હાલતમાં મુકી પલાયન થઇ ગયો હતો. પોલીસ  પીકઅપ ડાલુમા તપાસ કરતાં પાછળના ભાગેથી મોટીમાત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પંચોની હાજરીમાં ગણતરી કરતા વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૪૯૨૦  કિંમત રૂપિયા ૪ લાખ ૯૨ હજાર તેમજ દારૂમાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા ૧૦ લાખ ૪૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ઈસમને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે  આણંદ પાર્સીગના વાહનના આધારે વાહનના મુળ માલીક સુધી પહોંચવા તપાસ  હાથ ધર્યા છે અને  દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં પણ તપાસ સાધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!